આસ્થા અને આશા એટલે જયાપાર્વતીનું વ્રત …
સૌભાગ્યવતી સ્ત્રી પોતાનું દામ્પત્ય જીવન ગૌરીશંકર જેવું સફળ અને સુખી ઈચ્છતી હોય છે. જેના માટે તે કુંવારી હોય ત્યારથી વ્રત અને તપ કરવાનું શરુ કરતી હોય છે. જ્યારથી એક કુંવારિકા યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારથી માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાનું શરુ કરે છે. અષાઢ સુદ પાંચમ થી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે અને આ વ્રત પાંચ દિવસ સુધી ઉપવાસ, ફળાહાર કરી તેણે વિધિવત પૂર્ણ કરવાનું હોય છે.
આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી ‘જય જય ગિરીબર રાજ કિશોરી’ પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.
કુંવારીકાઓ ગૌરીશંકરને પ્રાર્થના કરે છે કે જેમ શિવજી તમને મળ્યા એમ અમને પણ એવાજ જીવનસાથી આપજો. તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. આ વ્રત પાંચ, દસ, પંદર કે વીસ વર્ષે અનુકૂળતા પ્રમાણે ઊજવવું. તે દિવસે કુંવારી કન્યાઓ – ગોયમીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું. બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી દાન-દક્ષિણા આપવી. કુટુંબના સૌ પરિવારજન તથા સગાં-સંબંધીઓએ ભોજન કારવવું. ગોરમાની પૂજા કરવી. વ્રતમાં ઉગાડેલા જવારા નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવવાં. વ્રતી બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં. મોળું-એકટાણું કરવું. વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા-દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા. આ વ્રતથી સૌનું કલ્યાણ થાય તેવા આશિષ મળે છે. આમ વ્રતનો મહિમા સંભળાવી માતા પાર્વતી અંતર્ધાન
૧, જુલાઈ ,શનિવારથી જયાપર્વાતી વ્રતનો પ્રારંભ થયી રહ્યો છે, તેમજ ૫ જુલાઈ બુધવારે આ વ્રત પૂરું થશે . શનિવારે સાંજે ૭:૩૦ થી ૯:૩૧ સુધીનો સમય વ્રતની પૂજા માટેનો શુભ સમય છે. અને ૫ જુલાઈ ની રાત્રે જાગરણ તેમજ ૬ જુલાઈએ બ્રહ્મમુહુર્તમાં શિવ મંદિરએ શિવપાર્વતીના દર્શન કરું વ્રતને પૂરું કરવાનું રહેશે.