૧૦ થી ૧૨ જાન્યુઆરીએ પત્રીકા વિતરણ, પોસ્ટકાર્ડ લેખન, શાળા-કોલેજોમાં સપર્ંક : ૨૫મીએ વિશાળ તિરંગા યાત્રા
કોબા કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યુવા મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી અને યુવા મોરચાના પ્રભારી કે. સી. પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલના કાર્યકાળને ત્રણ વર્ષ પૂર્ણ થતાં અભિનંદન પાઠવ્યા હતા અને યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતા કહ્યું હતું કે, CAA ના સમર્થનમાં યુવા મોરચો સક્રિય રીતે ભાગ લઈ યુવાનોને કાયદા વિશે સાચી હકીકતની જાણ કરી. ભારતીના રક્ષણ માટે ભ્રમિત કરતી શક્તિઓ સામે આપણી શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. ભાજપાના મૂળ વિચાર મૂળતત્વને નષ્ટ કરવા વિરોધી બહાર આવ્યા છે યુવા મોરચાએ જીલ્લા પંચાયત સીટ સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિચારોને પહોંચાડે.
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ સંબોધતા કહ્યું હતું કે,CAA નો કાયદો કોઈની નાગરિકતા લઈ લેવાના નથી પણ નાગરિકતા આપવાનો છે. વિરોધીઓ CAAની ચર્ચા કરવાને બદલે NRCની ચર્ચા કરી લોકોને ભરકાવવાનું કામ કરી રહી છે. લોકોને ભ્રમિત કરી દેશનું વાતાવરણ ડોહળવાનું કામ કરી રહી છે.પ્રદેશ મહામંત્રી અને યુવા મોરચાના પ્રભારી કે. સી. પટેલે યુવા મોરચાને સંબોધતા કહ્યું હતું કે, પ્રદેશથી આપેલા દરેક કાર્યક્રમો મંડલના યુવાનો સુધી પહોંચાડવાનું કામ યુવા મોરચાએ કરવું જોઈએ. ઈઅઅના સમર્થનમાં આપેલા દરેક કાર્યક્રમોમાં યુવા મોરચાના પદાધિકારીઓથી લઈને બુથના ઈન્ચાર્જ સુધી દરેક કાર્યકર્તા કાર્યક્રમમાં જોડાય તેવું આયોજન કરવું જોઈએ.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલે યુવા મોરચાના પદાધિકારીઓને આગામી કાર્યક્રમોની માહિતી આપતા કહ્યુ હતું કે, તા. ૧૦-૧૧-૧૨ જાન્યુઆરીએ CAAના સમર્થનમાં પત્રિકા વિતરણ, પોસ્ટ કાર્ડ લેખન, સ્કુલ-કોલેજ સંપર્ક, હસ્તાક્ષર અભિયાન અને ગૃપ બેઠકોનું આયોજન કરવું. તા. ૨૫ જાન્યુઆરીએ ૨૦૨૦ના રોજ ગુજરાત ભરમાં જીલ્લા તિરંગા બાઈક યાત્રા યોજાશે