સંભવિત વાવાઝોડા અંગે વહીવટી તંત્ર હાઇ એલર્ટ
સંભવિત વાવાઝોડા આગમનને પગલે જીલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર હાઇ એલર્ટ સજજ છે.
પોર્ટ ઓફીસર વી.એફ. ચૌધરીના જણાવ્યા અનુસાર વેરાવળ દરિયાના હવામાન અનુલક્ષી બે નંબરનું સીગ્નલ લગાવાયું છે. આ ઉપરાંત કંટ્રોલ રૂમમાં રાઉન્ડ-ધ- કલોક કર્મચારીઓની ટીમ લગાવાઇ છે. વહીવટી તંત્ર તરફથી રાજય સરકારે સોમનાથ જીલ્લાને ફાળવેલ એન.ડી.આર.એફ. ની એક ટીમ આજે સોમનાથ આવી પહોંચી હતી. જેઓએ સીટી મામલતદાર ચાંદેગરાના માર્ગદશન હેઠળને સોમનાથ પંથકના નીચાણવાળા અને જરૂર પડયે સ્થળાંતર કરવું પડે તો તેવા વિસ્તારોનું નીરીક્ષણ કર્યુ હતું. તથા નિશ્ર્ચત કરાયેલ આશ્રય સ્થાનોમાં સેનેટરાઇઝેડ કરી તૈયારીઓ રાખવામાં આવી છે.