• શ્રેષ્ઠ ફળ ગણાતા શ્રીફળનો કરાયો ઉપયોગ : 3 હજાર શ્રીફળથી ભવ્ય શિવલીંગ બનાવાયું

શિવરાત્રી ને આજે હવે ગણતરીનો એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાત શિવમય રંગથી રંગાયું છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં આજના સમયે સમગ્ર વિશ્વ અત્યાચાર દુરાચાર ભ્રષ્ટાચાર અને આંતકવાદ જેવી વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલ રહ્યું છે. બીજી તરફ હાલ ચારે બાજુ મનુષ્ય દુ:ખી પ્રશાંત અને તણાવગ્રસ્ત છે ત્યારે વર્તમાન સમયમાં કળિયુગ ની ગોળ અશાંતિ માંથી સતયુગ ના પ્રભાતના ઉદયમાં માનવી આગળ વધે એ જ જરૂરી છે અને તે માટે જ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 3000 શ્રીફળનો ઉપયોગ કરી એક વિશેષ શિવલિંગ બનાવવામાં આવ્યું છે.

શ્રીફળ શિવલિંગ ના દર્શન સવારથી લઈને રાત્રિ સુધી દર્શનાર્થીઓ કરી શકશે અને આજુબાજુના ગામડામાંથી પણ ભાવિક ભક્તો આદર્શ કરવા માટે આવનાર હોવાનું સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું. બ્રહ્માકુમારી રેખા દીદી એ પણ આ કાર્યક્રમ અંગે માહિતી આપતા કહ્યું હતું કે બ્રહ્માકુમારી સંસ્થા હરહંમેશ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે કે લોકો તણાવમાંથી મુક્ત થાય અને પોતાના સુવા માટે થોડો સમય કાઢે. અરે શિવરાત્રી નું જે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજન અત્યંત વિશેષ અને ઉપયોગી નીવડે અને લોકહિત માટે કાર્ય થાય તે માટે શ્રીફળનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આશરે 3000 શ્રીફળ ના માધ્યમથી જ આ વિશેષ શિવલિંગ બનાવવામાં આવ્યું છે.

બ્રહ્માકુમારી સંસ્થાનું માનવું છે કે પ્રભુ પિતાને ઓળખવા માટે દરેક વ્યક્તિએ તેમના અસ્તિત્વને ઓળખવું જરૂરી છે એટલું જ નહીં જીવનને મૂલ્યવાન બનાવવા તથા ઈશ્વરીય કર્તવ્યમાં સહભાગી બનવા માટે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા જીવ જયંતી મહોત્સવમાં ખાસ શ્રીફળના શિવલિંગ દર્શન રાખ્યા છે. ભાંગે બ્રહ્માકુમારી રેખા દીધી એ જણાવ્યું હતું કે તારીખ 8 માર્ચ સુધી સવારે 9:00 વાગ્યાથી લઈ બપોરના 1ર:00 વાગ્યા સુધી અને સાંજના ચાર વાગ્યાથી લઈ રાત્રે ના 10 વાગ્યા સુધી લોકો આ દિવ્ય દર્શન નો લાભ લઈ શકશે એટલું જ નહીં દરરોજ સાંજે 7:00 કલાકે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.