રાત્રિના 8 કલાક 51 મિનિટે 2 અંશે જોવા મળશે
આકાશમાં સમયાંતરે ખગોળીય ઘટના બને છે. શોધાયેલા ગ્રહો અને વણશોધાયેલા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આકાશમાં મિથુન રાશિમાં 2 અંશ ડિગ્રીએ પશ્ચિમ ક્ષિતિજે મંગળવાર તા.23મી એ રાત્રિના 8 કલાક 51 મિનિટે ચંદ્ર-શુક્રની યુતિ નજીકતા, કલોઝ એન્કાઉન્ટરના દર્શનનો અદ્દભુત અવકાશી નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે મંગળવાર રાત્રિના 8 કલાક 51 મિનિટે પશ્ચિમ ક્ષિતિજે બે અંશે ચંદ્ર-શુક્રની બંને મિથુન રાશિમાં નજીકતાના દર્શનનો અદ્દભુત નજારો જોવા મળશે. એકબીજાને મળવા આતુર હોય તેવા નજારો નરી આંખે, દૂરબીન કે ટેલીસ્કોપથી જોઈ શકાશે. આ અવસરનો લાભ લેવાનું ચૂકશો નહિ. ઘરની અગાસી કે નિર્જન જગ્યાએથી આહલાદ જોઈ શકાશે. ખગોળીય ઘટના જોવા માણવા માટે હોય છે. જાથાનું દેશવ્યાપી અભિયાનમાં લોકો અવકાશ તરફ નજર કરતા થાય તે માટે દેશભરમાં આયોજનો કરવામાં આવે છે.
વધુમાં જયંત પંડયા માહિતી આપતા જણાવે છે કે સદીઓ પછી પૃથ્વીનો પરિભ્રમણનો એક ચકરાવો પૂરો કરવા માટે 47 કલાક લેવાનો છે. જેથી દિવસ બમણો લાંબો બનશે. ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા 27.3 દિવસ લાગે છે. જયારે આકાશમાં શુક્ર એકબીજાને નજીકથી જોવાનો મળવાનો છે. શુક્ર ગ્રહ ધોળે કે બપોરના સમયે પણ આકાશમાં જોવા મળે છે. કદની અને દ્રવ્યની રીતે જોતા શુક્ર આપણી પૃથ્વીના જોડકા ગ્રહ જેવો છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતા શુક્રને 224.7 દિવસ લાગે છે. પૃથ્વીના 243 દિવસો બરાબર શુક્રનો ફકત 1 દિવસ ગ્રહ હોવા છતાં શુક્રને ચળકાટ-તેજસ્વીતાના કારણે અમુક તારો સમજે છે.