એવું શું છે જે માત્ર સિંગલ વુમન જ કરી શકે છે…???
સ્ત્રી એકલી હોય તો સમાજ વાતો કરે છે કે તેને હજુ કેમ લગ્ન નથી કર્યા જ્યારે પુરુષ સિંગલ રહેવાનુ નક્કી કરે છે તો સમાજને એટલો ખટકતો નથી હોતો. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો છે તેમ તેમ સ્ત્રીઓ પણ પોતાના સંબંધો વિશેના નિર્ણયો લેવા સક્ષમ બની છે. અને જે સ્ત્રીઓ કોઈ રિલેશનમા હોય છે તો તેના જીવનમાં એવો સમય અનેકવાર આવતોહોય છે જ્યારે તે પોતાના સિંગલ હોવાના સામને યાદ કરતી હોય છે. કારણ કે એવી કેટલીય બાબતો હોય છે જે તે સિંગલ હતી ત્યારે આરામથી કરી શક્તિ હતી પરંતુ રિલેશનમા જોડાયા બાદ નથી કરી શક્તિ. તો આજે કઈક એવી જ બાબતોની ચર્ચા કરીશું જે સિંગલ વુમન એન્જોય કરતી હોય છે જ્યારે વિવાહિત સ્ત્રી એ પળોને યાદ કરતી હોય છે.
ફ્લર્ટિંગ
તરુણાવસ્થા હોય કે પછી કોલેજ લાઈફ હોય યોવાનો કોઈને કોઈ વ્યક્તિ પર ફીદા હોય જ છે. અને તેની સાથે ફ્લર્ટ કરવાનો દરેક ચાંસ લેતી હોય છે. જે સ્ત્રી સિંગલ હોય છે તેને આ ચાંસ આખી લાઈફ દરમિયાન મળતો હોય છે જ્યારે મરીદ વુમન તેના સિંગલ હોવા સુધી જ અન્ય વ્યક્તિના એટ્રેકશનમાં રહી શકે છે.
પોતાના વિષે વિચારવું…
જ્યારે વ્યક્તિ કોઈ સંબંધમાં જોડાય છે ત્યારે એ માત્ર પોતાના વિષે જ નથી વિચારતી હોતી પરંતુ પોતાના વિષે વિચારતા પહેલા સાથીના વિચારો વિષે વધુ વિચારતી હોય છે. તેવા સમયે સંબંધો ગમેતેવી મધુરતા વાળા હોય છતાં પણ સ્ત્રી પોતાના એ મુક્ત વિચારોને યાદ કરતી હોય છે.
મિત્રો સાથે સમય પસાર કરવો…
મિત્રો જીવનમાં આવેલા એવા વ્યક્તિઓ હોય છે જેને આપણે દરેક બાબતમાં સાથે રાખતા હોઈએ છીએ. તેવા સમયે જ્યારે ખાસ સ્ત્રી કોઇની સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે તેના મિત્રોથી થોડી દૂરી રાખવાનો વારો આવે છે. જેનું મુખ્ય કારણ ઘર પરિવારની જવાબદારી હોય છે જેમથી તે મિત્રોને મળવાનો સમય નથી મેળવી શક્તિ હોતી તેવા સમયે તેને કોલેજ અને સ્કૂલના દિવસોની યાદ આવતી હી છે. જ્યારે સિંગલ વુમન તેને ઈચ્છા થાય ત્યારે મિત્રોને મળી શકવા સક્ષમ હોય છે.
એકલું રહેવું…
એવા કાય વ્યક્તિઓ હોય છે જેને પોતાની એકલતા ખુબા જ પ્રિય હોય છે. અથવાતો એકાંતમાં રહેવું પસંદ હોય છે. આ ઉપરાંત જીવનની વ્યસ્તતા માઠી થોડી મુક્તિ મેળવી તેને શાંતિની પળો વિતાવવી હોય છે જ્યાં તેને કોઈ કઈ પ્પુચવા વાળું ના હોય કે તેને કોઇની ચિંતા ન કરવાની આવે જે માત્ર સિંગલ વુમન જ કરી શક્ર છે, પરણિત સ્ત્રીના જીવનમાં આ પ્રકારનો સમય આવવો થોડો મુશ્કેલ છે