- મહોત્સવના મુખ્ય યજમાન જગદીશ કોટડીયા તથા પુનિતભાઇ ચોવટીયાનું અદકેરુ સન્માન: વ્યસનમુકિત પાટીદાર સમાજના નિર્માણ માટે સાંસદ રૂપાલાની અપીલ: પાટીદાર મહારત્ન જીવનભાઇ ગોવાણી અને મૌલિકભાઇ ઉકાણીનું સન્માન કરાયું
- ઉમિયાધામ સિદસરમાં સવા શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવતા સાંસદ પરસોતમભાઇ રૂપાલા
જામજોધપુર તાલુકાના સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી માં ઉમીયા માતાજીના પ્રાગટય 1રપ વર્ષ્ાની ઉજવણી નીમીતે યોજાયેલા શ્રી 1ા સતાબ્દી મહોત્સવનો આજે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, પાટીદાર શ્રેષ્ઠીઓ, દાતાઓ, સામાજિક અગ્રણીઓ અને લાખો ભાવિકોની ઉપસ્થિતીમાં પ્રારંભ થયો છે.
ઉમીયાધામ સિદસર ખાતે યોજાયેલા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં વિડીયો કોન્ફરન્સથી સંદેશો આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુું કે ઉમીયા પ્રાગટયના સવાસો વર્ષની ઉજવણી પ્રસંગે પાટીદાર સમાજ તથા ઉમીયાધામ સિદસર સામાજીક સરરસતામાં નિમીત બનશે. આ મહોત્સવ પરંપરા જાળવી રાખવા તથા નવા પડકારો ઝીલવા સમાજને નવી ઉંચાઈ પર પહોંચાડશે. મહોત્સવ લોકે ચેતના લોક કલ્યાણમાં સહ ભાગી બનશે. વડાપ્રધાન મોદીએ ર01ર માં સિદસર મહોત્સવની યાદ તાજી કરી હતી.
ઉમીયાધામ સિદસર ખાતે શ્રી 1ા શતાબ્દી મહોત્સવના ઉદધાટક તરીકે બોલતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતુ કે મા ઉમીયાના મહોત્સવના ભગીરથ કાર્યમાં યોગદાન આપનાર, દાતાઓ 6000 જેટલા સ્વયંસેવકો તથા મહોત્સવના આયોજક ઉમીયાધામ સિદસરને અભિનંદન પાઠવ્યા હતા. રૂપાલાએ પાટીદાર સમાજને વ્યસન મુક્ત બનાવવા હાકલ કરતા જણાવ્યું કે પાટીદાર સમાજની તમામ બહેનો રક્ષ્ાાબંધનમાં ભાઈ પાસે ગીફટ સાડીના બદલે વ્યસન મુક્ત સમાજના નિમાર્ણમાં સહભાગી બને. રાજકોટ – અમદાવાદમાં આકાર લઈ રહેલ રપ0 કરોડના શૈક્ષ્ાણિકધામ પાટીદાર સમાજની નવી પેઢીને સલામત શિક્ષ્ાા આપવાના પ્રયાસ પ્રસંસનીય છે. સામાજીક સંગઠન દ્વારા શક્તિ ઉત્પન્ન કરી સમાજ વિકાસની નવી દિશા ખોલવા આહવાન ર્ક્યુ છે. તેમણે પાટીદારોની આવનારી પેઢી ગુજરાતી ભાષ વિશેષ કાળજી લે તેવી હિમાયત પણ કરી છે. આજના ગ્લોબલ સમયે અંગ્રેજીની સાથે અન્ય 19 ભાષા આવળવી જોઈએ. પરંતુ માતૃભાષ ગુજરાતી ગૈારવ હોવું જોઈએ તેવું કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.
શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં મુખ્ય યજમાન જગદિશભાઈ કોટડીયા,પુનીતભાઈ ચોવટીયા, પાટીદાર મહાપદમ જીવનભાઈ ગોવાણી, મૈાલેશભાઈ ઉકાણીના અદકેરા સન્માન થયા હતા. મા ઉમીયાના માધ્યમ થી સમાજ વિકાસના કાર્યો થકી રાષ્ટ્ર નિમાર્ણમાં સહયોગ આપવા મુખ્ય યજમાન જગદિશભાઈ કોટડીયાએ અપીલ કરી છે. ઉમીયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાલીયા તથા મેનેજીંગ ટ્રસ્ટીએ જણાવ્યું કે આવકના 10 ટકા હિસ્સો સમાજ વિકાસ કાર્યમાં આપી માં ઉમીયાની આરાધના થકી સરસ્વતીની સાધના કરી પાટીદાર સમાજની નવી પેઢીને ઉચ્ચ શિક્ષ્ાીત કરવા જણાવ્યું છે.
ઉમીયા ધામ સિદસર અમલી બનાવવામાં આવેલ ઉમીયા સમૃધ્ધિ યોજના-3 આગામી ર031 પહેલા ર0ર6 માં પૂર્ણ થાય તે માટે મહોત્સવના ક્ધવીનર ગોવિંદભાઈ વરમોરાએ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ હાઈબોન્ડ ગ્રુપના મનસુખભાઈ પાણ પિરવાર દ્વારા પ.પ1 કરોડ તથા વલ્લભાઈ વડાલીયા પિરવાર દ્વારા ર.પ1 કરોડના દાનની જાહેરાત થતાની સાથે જ ઉપસ્થિત આગેવાનોએ તેમનું સન્માન ર્ક્યુ હતુ.
સિદસર શ્રી શવા શતાબ્દી મહોત્સના પ્રારંભે ઉદધાટક તરીકે પૂર્વ કેન્દ્રય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા સમારોહના અધ્યક્ષ્ તરીકે ઉમિયાધામ સિદસના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મુખ્ય મહેમાન તરીકે જામનગરના પ્રભારી કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા અતિથિ વિશેષ તરીકે મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડીયા, પુનીતભાઈ ચોવટીયા, સરદારધામના ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, મહોત્સવ સમિતિના અધ્યક્ષ્ા ચિમનભાઈ શાપરીયા, ઉપપ્રમુખ મહોત્સવના સહયજમાન ભુપેશભાઈ ગોવાણી, કલ્પેશભાઈ માકાસણા, શિવલાલભાઈ આદ્રોજા, મનસુખભાઈ પાણ, રાજેશભાઈ ભાલોડીયા ગેલેક્સી ગુ્રપ રાજકોટ, નીતીનભાઈ કણસાગરા ફિલ્ડમાર્શલ ગુ્રપ, બળવંતભાઈ મણવર પૂર્વ મંત્રી ડુમીયાણી, હરીભાઈ પટેલ પૂર્વસાંસદ રાજકોટ, પુનમબેન માડમ સાંસદ જામનગર, કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા, પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય ધ્રાંગધ્રા, મોહનભાઈ વાછાણી પૂર્વ ઉપપ્રમુખ જામજોધપુર, રમણીકભાઈ ભાલોડીયા, પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ, ગટોરભાઈ હિરપરા પૂર્વ ઉપપ્રમુખ બોટાદ, ભુપતભાઈ ભાયાણી, ખજાનચી ધોરાજી, મોહનભાઈ કુંડારીયા પૂર્વ મંત્રી મોરબી, સૌરભભાઈ પટેલ પૂર્વ મંત્રી, અમદાવાદ, જયંતીભાઈ કાલરીયા પૂર્વ મંત્રી રાજકોટ, જયંતીભાઈ ક્વાડીયા પૂર્વ મંત્રી મોરબી, બ્રિજેશભાઈ મેરજા પૂર્વ મંત્રી ગાંધીનગર, મહેન્દ્રભાઈ પાડલીયા ધારાસભ્ય ધોરાજી, સંજયભાઈ કોરડીયા ધારાસભ્ય જૂનાગઢ, અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય માણાવદર ઉપસ્થિત રહયા હતા.
સિદસર ખાતે માં ઉમિયાના મંદિર સામે વેણું નદીના કાંઠે આવેલ યજ્ઞ શાળામાં આજે જુનાગઢના ધારાસભ્ય અને ઉમિયા ધામ ના ટ્રસ્ટી સંજયભાઈ કોરડીયા,પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજી, ઉમીયાધામના ચીમનભાઈ સાપરીયા,જયેશભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ અરણી મંથના દ્રારા અગ્નિ પ્રજવલીત કરી યજ્ઞનો પ્રારંભ ર્ક્યો હતો. આ યજ્ઞશળાનું સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી નિમાર્ણ કરાયું છે. આ યજ્ઞશાળા ૠષિમુનીની યજ્ઞશાળાની માફક માત્ર લાકડું અને ધાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ રપ કુંડી યજ્ઞોમાં વેદપાઠી બ્રાહમણો દ્રારા શાસ્ત્રોક્ત વિધીથી મંત્રોચાર સાથે હોમ હવન કરવામાં આવી રહયો છે. સવાર અને સાંજ એમ બે ટાઈમ આ મહાયજ્ઞમાં ર5-ર5 યજમાનો ભક્તિભાવ પૂર્વક આહુતિ આપશે.