Punjab:દિવંગત સિંગર સિદ્ધુ મૂસેવાલાના ચાહકો માટે ખૂબ સારા સમાચાર છે. સિદ્ધુ મૂસેવાલાનું નવું ગીત ‘અટેચ’ આજે રિલીઝ થયું છે. જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે સિદ્ધુ મૂસેવાલાના ગીતને રિલીઝ થયાની 1 મિનિટમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

AAA

તમને જણાવી દઈએ કે દિવંગત સિદ્ધુ મૂસેવાલાનું 8મું ગીત રિલીઝ થઈ ગયું છે.

આ ઉપરાંત નવા ગીતના રિલીઝની માહિતી પરિવાર દ્વારા સિદ્ધુ મૂસેવાલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપવામાં આવી હતી. આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા બાદ મૂસેવાલાના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ સાથે જ 1  મિનિટમાં આટલા વ્યુઝ મેળવવાનો અર્થ એ છે કે સિદ્ધુ મૂસેવાલાના ચાહકો હજી પણ તેને એટલો જ પ્રેમ કરે છે. તેમજ  ઉલ્લેખનીય છે કે 29 મે 2022ના રોજ સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.