સતત બીજા વર્ષે થઈ રહેલા ગણેશ સ્થાપનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓનું પણ આયોજન: આયોજકો અબતકને આંગણે
સોમવારથી બાપા મોરીયાના ગગનભેદી નાદ સાથે ગણેશ ચતુર્થીનો શુભારંભ થઈ રહ્યો છે. રાજકોટના સિધ્ધિ વિનાયક યુવા ગ્રુપ દ્વારા પણ સાધુવાસવાણી રોડ પર ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આયોજક આશિષ ઝીંઝુવાડીયા, અજુન ઝીંઝુવાડીયા, નીલ, દક્ષ, રૂત્વિક, મૌલીક, સ્મીત સહિતનાઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.
સિધ્ધિ વિનાયક યુવા ગ્રુપ દ્વારા સોમવારે ગણેશજીની સ્થાપના બપોરે ૪ વાગ્યે સાધુવાસવાણી મેઈન રોડ, સિધ્ધિ વિનાયક ચોકમાં કરાશે ૧૧ દિવસ ગણેશજીની પૂજા, આરતી, સેવા સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે આ વર્ષે ૧૨.૫ ફૂટ દુંદાળાદેવની વિશાળ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. આ સાથે દરરોજ રાત્રે ૮ કલાકે મહાઆરતી અને ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનો જેમાં પાણી પુરી ખાવા બનાવવાની સ્પર્ધા, ડાન્સ, વેલડ્રેસ, ફ્રેન્સીડ્રેસ ફોટોકોમ્પીટીશન, મ્યુઝીકલચેર અને આરતી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે થઈ રહેલા ગણેશ સ્થાપનને લઈ આયોજકો તેમજ લતાવાસીઓમાં અનેરો ઉત્સાહ છે.