હવે પેટ્રોલ-ડિઝલ માટે ત્રણ આંકડાની રકમ ચુકવવા તૈયારી રાખજો
ત્રણ અઠવાડીયામાં પેટ્રોલમાં રૂ. ૨.૬૦, ડિઝલમાં રૂ. ૩.૪૦ વઘ્યા
આંતર રાષ્ટ્રીય સ્તેર ફ્રુડ ઓઇલના ભાવ વધતા આગામી દિવસોમાં તમારે પેટ્રોલ ડિઝલના ભાવ વધારે ચૂકવવા પડશે, લોકોએ પેટ્રોલ ડિઝલ માટે ત્રણ આંકડાની રકમ ચુકવવા તૈયારી રાખવી પડશે.
માર્ચ પછી વૈશ્ર્વિક માંગ વધતા આંતરરાષ્ટ્રીય સ્તરે ફુડના બેરલ દીઠ ભાવ પ૦ ડોલરે પહોચ્યા છે. ફુડના ભાવ વધતા છેલ્લા ત્રણ સપ્તાહમાં પેટ્રોલમાં રૂ. ૨.૬૦ અને ડિઝલમાં રૂ. ૩.૪૦ નો લીટર દીઠ વધારો થયો છે. નવેમ્બરની શરૂઆતમાં બેરલ દીઠ ૧૧ ડોલર એટલે કે ર૮ ટકાનો વધારો થયો હતો. કેટલાક દેશોમાં કોરોનાની રસીની મંજુરી અપાઇ છે અને તેના કારણે ફુડનો વપરાશ વધતા ભાવ વઘ્યા હતા.આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્રુડના ભાવમાં વધારો થતા સ્થાનીક તેલ કંપનીઓને બળતણના ભાવ વધારવાની ફરજ પડી હતી. દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ. ૮૩.૭૧ જે ૪ ઓકટોબર ૨૦૧૮ના રોજ રૂ. ૮૪ ભાવ હતા તેની નજીક પહોચ્યા છે. ડિઝલ અત્યારે રૂ. ૭૩.૮૭ ના ભાવ વેચાય છે. મુંબઇમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અનુક્રમે રૂ. રૂ. ૯૦.૩૪ અને ૮૦.૫૧ છે. ર૦ નવેમ્બરથી પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્થાનીક તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ દરરોજ ભાવમાં વધઘટ કરે છે પણ ૨૦૨૦માં દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવનું સંતુલન જાળવી રાખવા ભાવ વધારવા ધટાડવા ફેરફાર કર્યા ન હતા અને જાળવી રાખ્યા હતા.
સરકારના પ્રયાસોથી ભાવમાં સંતુલન: મોટો ઉછાળો નહીં આવે
સરકાર દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સંતુલન જાળવવા માટે પ્રયાસો કરે છે. જેના લીધે ભાવમાં મોટા ઉછાળો નહી આવે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવની વધઘટના આધારે સરકાર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં નિયત સમયે ફેરફાર કરે છે. અગાઉ આંતરરાષ્ટ્રીય ભાવના આધારે રોજેરોજ પેટ્રોલ ડીઝલનાં ભાવમાં રોજીંદી વધઘટ થતી હતી પણ હવે ભાવમાં સંતુલન જાળવવા માટે ૨૦૨૦માં તેલ કંપનીઓ અઠવાડિયા કે આખા માસ સુધી ભાવમાં ફેરફાર કરાતો નથી. ભાવ ઘટે ત્યારે ભાવમાં ફેરફાર કરાતો નથી એટલે કરની વધુ આવક થાય એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાવ વધે ત્યારે અમુક સમય સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાને બદલે જાળવી રાખવામાં આવે છે.