સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ ઓપ્પો અને વિવો માટે કામ કરતા ૪૦૦થી વધારે ચાઈનીઝ નિષ્ણાંતો ઘરે પાછા ફરી રહ્યા છે. તેમાંથી મોટાભાગના ચીન પહોંચી ચુકયા છે. ભારત-ચીન વિરોધી વંટોળ ઉભો થયો હતો. તેના પગલે જુલાઈ અને ઓગસ્ટમાં આ બંને ચાઈનીઝ બ્રાન્ડના વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ બે હેન્ડસેટ બ્રાન્ડ માટે ત્રણ ડઝનથી વધુ ચાઈનીઝ માલિકીની ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓમાં એકિઝટ જોવા મળી છે. ભારતમાં ઓપ્પો અને વિવોની મુખ્ય વેરન્ટ કંપનીઓમાંથી પણ કેટલાક લોકો ચીન પરત જાય તેવી શકયતા છે.
આ મહિનાની શરૂઆતમાં હાઈ પ્રોફાઈલ ચાઈનીઝ એકિઝટમાં એક અધિકારી વિવેક ઝાંગે વિવો માટે કંપનીના ચીફ માર્કેટીંગ ઓફિસર તરીકે દેશની લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશિપ માટે વાટાઘાટ કરી હતી તથા સોદા પર સહી સીકકા કરી તેઓ પણ પોતાના દેશ પાછા ફર્યા હતા. ઈન્ડસ્ટ્રીના અધિકારીઓ જણાવે છે કે નોન પરર્ફોમન્સના કારણે આ એકિઝટ જોવા મળે છે. જેમાં જુલાઈ તથા ઓગસ્ટમાં બંને બ્રાન્ડસ માટે વેચાણમાં આગલા વર્ષના સમાન નાણાની સરખામણીએ ૩૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
ઉતર, ભારત, ઉતરપ્રદેશ, છતીસગઢ તથા ઓડિશા જેવા બજારોમાં ડોકલામ વિવાદ બાદ ચીન વિરોધી વંટોળ ઉભો થયો હતો. તેને પગલે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ માર્કેટસમાં ડિસ્ટ્રિબ્યુશન સેટઅપમાંથી ચાઈનીઝ અધિકારીઓને હટાવવામાં આવે. ડિસ્ટ્રીબ્યુટર્સના સ્તરની એકિઝટ મહારાષ્ટ્ર તથા પશ્ર્ચિમ બંગાળમાં પણ જોવા મળી છે. અન્ય એક કારણ એ છે કે ભારત સરકાર દ્વારા ચાઈનીઝ નિષ્ણાંતોને ટુંકાગાળાના વિઝા આપવામાં આવે છે. તેના કારણે આમાના કેટલાક અધિકારીઓ પરત જાય છે. કારણ કે ડોકલામ વિવાદ હવે શમી ગયો છે.
વિવો અને ઓપ્પોને આ મુદ્દે પુછતા કોઈ પણ જવાબ મળ્યો ન હતો. ઓપ્પોના પ્રવકતાએ જણાવ્યું હતું કે ભારત સરકાર કાયદા તથા નિયમો અનુસાર બિઝનેસ ચલાવે છે તથા તે બજારની અફવાઓ દ્વારા દોરવાતું નથી. તેમણે જણાવ્યું હતું કે, ઓપ્પો માટે ૨૦૧૭નું વર્ષ અત્યાર સુધીનું સૌથી વધુ સફળ વર્ષ રહ્યું હતું તથા અમે વાર્ષિક ધોરણે ઉતરોતર પ્રગતિ કરી રહ્યા છીએ. કંપની વધુમાં વધુ સારામાં સારા કેમેરા ફોન ઉપલબ્ધ કરાવતી રહેશે. ખાસ કરીને ભારતીય યુવાનો માટે સેલ્ફી આધારીત સ્માર્ટફોનની માંગ વધી રહી છે.