મંત્ર: ૐ હ્રીં ક્રીં સિઘ્ધિયૈ નમ:નૈવૈદ્ય: માતાજીને હલવો પુરી, ખીર અર્પણ કરવા, ગરીબોને ભોજન કરાવવું

માતાજી નવદુર્ગાના નવમાં સ્વરૂપનું નામ સિઘ્ધિદાત્રી છે. માતાજી બધી જ પ્રકારની સિઘ્ધિઓ આપનાર છે. માર્કન્ડેય પુરાણ પ્રમાણે અણિમા, મહિમા, ગરિમા, લઘિમ, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ આ આઠ પ્રકારની સિઘ્ધિ છે. જયારે બ્રહ્મવૈવર્તપુરાણમાં અઢાર પ્રકારની સિદ્ધિ બતાવવામાં આવી છે. જેમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, મહિમા, વશિત્વ, સર્વકામા, સર્વરીત્વ, દુર શ્રવણ, પરકાયપ્રવેશ, વાકસિઘ્ધિ, કલ્પવૃદ્ધાત્વ, સૃષ્ટિ, સંહાર, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના અને સિદ્ધિ વગેરે. મા સિઘ્ધિ દામી ભકતો અને સાધકોને આ બધી જ સિદ્ધિ આપવામાં સામર્થ્ય ધરાવે છે. દેવીપુરાણ પ્રમાણે ભગવાન શિવને માતાજીની કૃપાથી સિઘ્ધિની પ્રાપ્તિ થઈ હતી અને ભગવાન શિવનું અડધુ શરીર માતાજી એટલે કે દેવીનું થયું હતું અને મહાદેવજી અર્ધ નારીશ્વરના રૂપમાં પ્રખ્યાત થયા. માતાજી સિઘ્ધિદાત્રીનું પુજન અને ઉપાસના કરવાથી પરમ શકિત અને અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.