અન્નપૂર્ણા રથનું ફલેગ ઓફ જાદુગર આંચલે કર્યું
રાજકોટમાં આવેલા સિધ્ધિ વિનાયક મંદિરે જાદુગર આંચલ દર્શનઅર્થે ગયા હતા સાથે સાથે કીરીટભાઈના પરિવાર દ્વારા ચાલતી સેવા અન્નપૂર્ણા રથનું ફલેગ ઓફ જાદુગર આંચલએ કર્યું હતુ. આંચલે ગણપતિજીના આશિર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી હતી તેવું અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ.
આંચલ (જાદુગર)એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે રાજકોટમાં પહેલી વખત આવેલ છું છેલ્લા દસ દિવસમાં રાજકોટ તરફથી ખૂબ સારો પ્રેમ મળ્યો છે. પરિક્ષાનો સમય છે. છતા લોકો આવે છે.અને કહે છેકે મારી રજૂઆત અને એ પણ મહિલા જાદુગર તરીકે ખૂબ બધાને ગમી છે. મને આશા ન હતી કે રાજકોટ વાસીઓ આટલી મોટી સંખ્યામાં આવશે હું એક આસ્તીક છોકરી છું મંદિરે જાઉ છું ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ કરૂ છું મુંબઈ સિધ્ધિ વિનાયક મંદિર ગઈ હતી. અને આ મંદિરમાં આવીને મને એક શાંતિ શુકુન મળ્યું છે. અહી લાગે છે કે મૂર્તિ ખાલી નથી. ભગવાન પોતે બિરાજમાન હોય તેવું લાગે છે. રાજાભાઈ અને પરિવારને અભિનંદન આપુ છુંકે લોકો બિજનેસ તો કરે છે. પરંતુ સેવા ઓછી કરે છે ત્યારે રાજાભાઈના પરિવાર દ્વારા એજ સેવા કાર્ય પણ ચલાવાય છે. દર મંગળવારે અહીથી એક અન્નપૂર્ણા રથ નીકળે છે. જે ગરીબ લોકોમાં વિતરણ થાય છે. જે કિરીટભાઈના પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ અન્નપૂર્ણા રથનું ફલેગ ઓફ મારા હસ્તે થયું તેનો મને ખૂબ આનંદ છે.