આવતીકાલે રાત્રે બોલીવુડ સિંગર પાર્થિક ગોહિલનો ફયુઝન કાર્યક્રમ: આઠમાં દિવસે ગણપતિ મહારાજની મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવતા હજારો ભાવિકો
રાજકોટ શહેર ભાજપની ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ઓપન એર થીયેટરના સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજાય છે. જેના અંતર્ગત સાંજે ૪:૩૦ કલાકે ગણપતિ ચીત્ર સ્પર્ધા યોજાઈ હતી. જયારે રાત્રે ૯:૩૦ કલાકે દિવ્યાંગ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આવતીકાલે ૯ કલાકે ખ્યાતનામ બોલીવુડ સીંગર પાર્થિવ ગોહિલનો ‘ફયુઝન’ સંગીતમય કાર્યક્રમ યોજાશે.ગણપતિ પંડાલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી અને વિધાનસભા-૬૯ના ઈન્ચાર્જ નીતિન ભારદ્વાજ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને માજી ધારાસભ્ય રમેશભાઈ ‚પાપરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, શહેરના મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ આયોજન થયું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતિક સમિતિના ઈન્ચાર્જ તેમજ મુખ્ય માર્ગદર્શક કિશોરભાઈ રાઠોડ, માધવભાઈ દવે, બટુકભાઈ દુધાગરા, જીજ્ઞેશ ગોસ્વામી, સી.ટી.પટેલ, રમેશભાઈ ઉધાડ, રાજુભાઈ ઘેલાણી, મહેશભાઈ પરમાર સહિતના આગેવાનોએ જહેમત ઉઠશવી રહ્યાં છે. દરરોજ રાત્રે ૭:૩૦ કલાકે મહાઆરતી થાય છે.આવતીકાલે સાંજે ૫:૦૦ કલાકે પાણીપુરી સ્પર્ધા (બહેનો માટે-ઓપન રાજકોટ) તેમજ સાંજે ૭:૩૦ કલાકે લાડુ જમણ હરીફાઈ (બહેનો અને ભાઈઓ માટે-ઓપન સૌરાષ્ટ્ર) યોજાશે. રાત્રે ૯:૦૦ કલાકે ખ્યાતનામ બોલીવુડ સીંગર પાર્થિવ ગોહિલનો ‘ફયુઝન’ નામનો સંગીતમય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતિક સમિતિના ઈન્ચાર્જ તેમજ મુખ્ય માર્ગદર્શક કિશોરભાઈ રાઠોડ, માધવભાઈ દવે, બટુકભાઈ દુધાગરા, જીજ્ઞેશ ગોસ્વામી, સી.ટી.પટેલ, રમેશભાઈ ઉધાડ, રાજુભાઈ ઘેલાણી, મહેશભાઈ પરમાર સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી રહ્યાં છે.