ફોજદાર પિતા કાળીદાસ મેઘાણીની રાજકોટ બદલી થતા ઝવેરચંદ મેઘાણી ૬ વર્ષ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ કવાર્ટરમાં બે ઓરડાના મકાનમાં રહ્યાં હતા
પોતાની ‘બાલ્યાવસની લીલાભૂમિ’ રાજકોટ સો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી તાંરૂ ઝવેરચંદ મેઘાણી ૨ થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના ક્વાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા હતા.
રાજકોટ શહેરના સંનિષ્ઠ અને સાહિત્ય-પ્રેમી સયુક્ત પોલીસ કમિશ્નર સિર્ધ્ધા ખત્રી (આઈપીએસ)એ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ૧૨૦-વર્ષ પુરાણી આ સ્મૃતિને જીવંત કરી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી, પીઆઈ બી. એમ. કાતરીયા, પીએસઆઈ એમ. જે. રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ સયુક્ત પોલીસ કમિશ્નર સિર્ધ્ધા ખત્રીએ અર્પી હતી. અભ્યાસુ એવાં સયુક્ત પોલીસ કમિશ્નર સિર્ધ્ધા ખત્રીએ ૧૯૩૭માં પ્રગટ થયેલ ઝવેરચંદ મેઘાણીની પદર્શક નવલકા ‘સોરઠ તારાં વહેતાં પાણી’માંથી પ્રેરક પ્રસંગોને પણ વાગોળ્યાં હતાં.
આ નવલકામાં શિસ્ત-શૌર્યને વરેલી કાઠિયાવાડ એજન્સી પોલીસના તત્કાલીન વાતાવરણને ઉઠાવ આપવાનો પ્રયાસ ઝવેરચંદ મેઘાણીએ કર્યો હતો. પિતાની નોકરી દરમિયાન કાઠિયાવાડનાં વિકટ સનો પર પરાયેલાં આઉટ-પોસ્ટ તરીકે ઓળખાતાં અનેક થાણાંમાં રહ્યે રહ્યે બાળક તરીકે ઝવેરચંદ મેઘાણીએ પીધેલા વાતાવરણની ઊંડી છાપ આ કામાં ઝીલાઈ છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે તથા કોર્નરની સપના થઈ હતી જે ખાસ ઉલ્લેખનીય છે.