‘અબતક’ના પોઝિટીવ ન્યુઝ અને ઇન્ફોર્મેટીવ ન્યુઝના એટીટયુડની જેસીપીએ પસંશા કરી: વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રી બન્યા બાદ રાજકોટનું ગુજરાતમાં આગવું સ્થાન બન્યું
‘અબતક’ના આઠમાં વર્ષમાં મંગલપ્રવેશની શુભેચ્છા પાઠવવા સયુંકત પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી ‘અબતક’ કાર્યાલયે આવી ‘અબતક’ના પોઝિટીવ ન્યુઝ અને ઇન્ફોમેટીવ ન્યુઝના એટીટયુડની પસંશા કરી હતી. ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાને શુભેચ્છા પાઠવી જેસીપી સિધ્ધાર્થ ખત્રીએ ‘અબતક’ મિડીયા હાઉસમાંથી પ્રસિધ્ધ થતા સાંધ્ય દૈનિક ‘અબતક’, ‘અબતક’ ચેનલ, ‘અબતક’ ડિજિટલ અને આઇ.એમ.ન્યુ ગુજરાતી અંગે માહિતી મેળવી ‘અબતક’ વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.‘અબતક’ના માધ્યમથી દુનિયાભરની માહિતી આપવા અને લોકોની સમસ્યા હલ કરવાનો અભિગમ અંગે જેસીપી સિધ્ધાર્થ ખત્રી પસંશા કરી ત્યારે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ વાંચકો પોતાના માટે સર્વોપરી હોવાનું અને લોકોની સમસ્યાનો યોગ્ય નિવેડો લાવવો મુખ્ય ગોલ હોવાનું કહ્યું હતું.રાજકોટ ખૂણામાં દબાય ગયું હતું. પરંતુ વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રી બન્યા બાદ ગુજરાતમાં રાજકોટનું આગવું સ્થાન બન્યું છે. ગુજરાતના વિકાસ માટે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ઘણુ કર્યુ છે. વિજયભાઇ રૂપાણીએ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોચાડી સરકારી સેવાનો લાભ મળ્યો છે.
કમાન્ડ એન્ડકન્ટ્રોલ જે બન્યુ છે તે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીની દેન છે. સાથો સાથ તેઓએ ટ્રાફિક માટે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ જરૂરી બનાવ્યો છે. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીનું વલણ હકારાત્મકની સાથે સમસ્યાના નિરાકરણમય રહ્યું છે.નવરાત્રી બંદોબસ્તમાં વ્યસ્ત રહેલા જેસીપી સિધ્ધાર્થ ખત્રીએ ‘અબતક’ વધુને વધુ સફળતાના શિખર સર કરે તેવી શુભેચ્છા પાઠવવા ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત ‘અબતક’ના પોઝિટીવ અને ઇન્ફોમેટીવ ન્યુઝની પસંશા કરી હતી.