ડેટાલીક કૌભાંડની વૈશ્ર્વિક સ્તરે કંપનીની શાખ જોખમાતા
ગ્રાહકો ઘટયા: બીઝનેટ સમેટી લેવાનો એનાલીટીકાનો નિર્ણય
ફેસબુકની ડેટા એનાલીસીસ કંપની કેમ્બ્રિજ એનાલીટીકાએ પોતાનું કામકાજ બંધ કરવાની જાહેરાત કરી છે. હવે અંતે ‘ડાટાચોર’કેમ્બ્રિજ એનાલીટીકાનું ‘શટ ડાઉન’થશે. બ્રિટીશ પેરેટ ફર્મ એસસીએલ ઇલેકશનનું કહેવું છે કે ડેટા ચોરી કૌભાંડ બાદ કેમ્બ્રિજ એનાલીટીકા કંપનીના વેપાર પર માઠી અસર પડી છે. અને વૈશ્ર્વિક ભારે કંપનીની શાખ-પ્રતિષ્ઠા ઘટતા કંપનીને ગ્રાહક પણ મળી રહ્યા નથી. આથી એનાલીટીકાએ પોતાનો બિઝનેશ સમેટી લેવાનો નિર્ણય કર્યોછે.
જણાવી દઇએ કે ફેસબુકના લાખો યુઝર્સોના ડેટા લીક કૌભાંડમાં કેમ્બ્રિજ એનાલીટીકા સંડોવાયેલી છે અને વર્ષ ૨૦૧૪ થી તેણે ગેરકાયદેસર ફેસબુક પાસેથી ડેટા મેળવ્યા હોવાનો તેના પર આરોપ છે કેમ્બ્રિજ એનાલીટીકાએ આ વિશે જણાવ્યું કે, જે રીતે તેના પર પ્રશ્ર્નો ઉભા થયા છે તેનાથી તેના ગ્રાહકો પર અસર પડી છે.
અને આ પ્રકારે કંપનીના વ્યાપારને આગળ વધારવો વ્યવહાસિક રહેશે નહી માટે હવે બિઝનેશ સમેટવાનો નિર્ણય લીધો છે. કેમ્બ્રિજ એનાલીટીકા પર આરોપ છે કે વર્ષ ૨૦૧૬માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણીમાં ટ્રંપના પ્રચાર-પ્રસાર માટે તેણે કામ કર્યુ હતું અને ગેરકાયદે રીતે ફેસબુક પાસેથી ૮૭ મીલીયન યુઝર્સના ડેટા મેળવી તેનું વિશ્ર્વેષણ કરી ટ્રંપને જીતાડવામાં મદદ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com