આવતીકાલે સોમવારે મોહિની એકાદશી આવી રહી છે ભગવાન વિષ્ણુએ આ એકાદશી પર મોહિનીનો અવતાર લીધો હતો, તેથી તેને મોહિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. શુક્ર મહારાજ મંગળવારે મિથુન રાશિમાં પ્રવેશી રહ્યા છે જ્યાં મંગળ સાથે યુતિમાં આવશે મંગળ એ શરીર છે અને શુક્ર ભોગવિલાસ છે માટે જયારે મંગળ શુક્ર યુતિ બને ત્યારે લોકોમાં ભોગ વિલાસની ભાવના વધે છે
એશો આરામની ભાવના વધે છે વળી શુક્ર વાતચીતની રાશિ મિથુનમાં આવે છે જે વાણી વ્યવહાર દર્શાવે છે માટે આ સમયમાં કેટલીક ગુપ્ત રોચક ચર્ચાઓ સામે આવતી જોવા મળે. મોબાઈલ અને સંદેશાવ્યવ્હારના સાધનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળે. કાવ્ય અને લેખનમાં પણ શુક્રની વિશેષ અસર જોવા મળે. મંગલ શુક્ર દૈહિક આકર્ષણને વિશેષ મહત્વ આપે છે માટે એ પ્રકારના બનાવ સવિશેષ જોવા મળે.
૫ મેના રોજ બુદ્ધ પૂર્ણિમા આવી રહી છે અને છાયા ચંદ્ર ગ્રહણ આવી રહ્યું છે. ચંદ્ર મનના કારક છે માટે આ સમયમાં લાગણીને ઠેસ પહોંચવી, સંબંધોમાં નિરાશા , હતાશા વિગેરે બાબતો સામે આવતી જોવા મળે. આ સમયમાં મનને કાબુમાં રાખવું જરૂરી બને છે વળી નિરાશા અને હતાશાથી આ સમયમાં દૂર રહેવા સલાહ છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨