પ્લેઓફમાં પહોંચવાની હૈદરાબાદની આશા પર પાણી ફરી વળ્યું, ગુજરાતના બોલરો સામે શરણાગતિ સ્વીકારી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16 મી સીઝનમાં ગુજરાત ટાઈટન્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 54 રને વિજય થયો છે. શુભમન ગીલની સદી અને સાઈ સુદર્શનની તોફાની બેટીંગના કારણે ગુજરાત મોટો સ્કોર બનાવવામાં સફળ થયું હતું. એક સમયે દિલ અને સુદર્શન જે રીતે બેટિંગ કરતા હતા ત્યારે લાગતું હતું કે ગુજરાતની ટીમ 200 થી વધુનો લક્ષ્યાંક હૈદરાબાદ અને આપશે પરંતુ જે રીતે મીડલ ઓર્ડર ની વિકેટો પડવા લાગી તેમ છતાં ગુજરાતની ટીમ માત્ર 188 રનજ બનાવી શકી હતી.

ગુજરાત તકરફથી સામી અને મોહિત શર્માની 4-4 વિકેટો ઝડપી હતી અને ગુજરાતને વિજય અપાવ્યો હતો. ગુજરાતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 154 રન કર્યા હતા.ગુજરાત ટાઈટન્સે આપેલા સ્કોરને ચેઝ કરવાનું સનરાઇઝર હૈદરાબાદ માટે મુશ્કેલ બની ગયું હતું. પાવર પ્લે સુધીમાં હૈદરાબાદ કોઈ ખાસ રન બનાવી શકી ન હતી અને ત્યારબાદ 9મી ઓવર સુધીમાં હૈદરાબાદે 7 વિકેટ ગુમાવી માત્ર 59 રન જ કરી શકી હતી. જોકે ત્યારબાદ થોડા સામે માટે હેનરિક ક્લાસેન બાજી સાંભળવા પ્રયત્ન કર્યો હતો. તેણે 64 રન બનાવ્યા હતા.

આજની મેચમાં ગીલ અને સુદર્શનની તોફાની બેટીંગ જોવા મળી હતી. શુભમન ગીલે 58 બોલમાં 101 રન કર્યા હતા, તો સાઈ સુદર્શને 36 બોલમાં 47 રન ફટકાર્યા હતા. બાકીના તમામ ખેલાડીઓ ડબલ આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી 5 વિકેટ ઝડપી હતી. ગુજરાતે આજે હૈદરાબાદ સામે જીત મેળવીને પ્લે ઓફમાં જગ્યા પાક્કી કરી લીધી છે, તો આજની હાર બાદ હૈદરાબાદની ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેકાઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.