ટિમ ઇન્ડિયામાં રાજકારણ ઘર કરી ગયું છે?
ઓપનર બેટ્સમેનની જવાબદારી ટીમને આગળ લઇ મજબૂત શરૂઆત દેવાની હોય છે જો કે રાહુલ છેલ્લા ઘણા સમયથી ત્રણેય ફોર્મેટમાં નિષ્ફળ નીવડ્યો છે
જાન્યુઆરી 2022થી રાહુલે ફક્ત એક જ અડધી સદી ફટકારી છે. જ્યારે તેણે પોતાની અંતિમ ટેસ્ટ સદી ડિસેમ્બર 2021માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રાહુલ પ્રથમ દાવમાં 17 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે બીજા દાવમાં તે ફક્ત એક જ રન નોંધાવી શક્યો હતો. નાગપુર ટેસ્ટમાં પણ તે ફક્ત 20 રન નોંધાવીને જ આઉટ થઈ ગયો હતો તો શું ટિમ ઇન્ડિયામાં રાજકારણ ઘર કરી ગયું છે કેમ કે ઓપનર બેટસમેનની જવાબદારી હોય છે કે, ટિમને આગળ લઇ જવી અને એક મજબૂત શરૂઆત આપવી.
જો કે છેલ્લા ઘણા સમયથી રાહુલનું ફોર્મ ખરાબ ચાલી રહ્યું હોય અને તેના શોટ સિલેક્શન પર પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે. બીજીબાજુ શુભમન ગિલ કે જેઓ ખુબ જ પ્રતિભાશાલી યુવા ઓપનર બેટ્સમેન છે જે ખુબ જ ટેક્નિક સાથે રમે છે ત્યારે ટેસ્ટમાં શુભમન કે રાહુલ? પ્રતિભાને કે મારા તારાને રમાડી રહ્યા છે? સિલેકશન કમિટી નહિ પણ ટિમ પસન્દગીમાં સવાલો ઉઠ્યા છે.
નોંધનીય છે કે લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી ત્રણેય ફોર્મેટમાં નિષ્ફળ જઈ રહ્યો છે. ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ ટીમમાં તેના સ્થાનને લઈને સવાલો ઉઠાવ્યા છે.
વધુમાં તો હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે, લોકેશ રાહુલને ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળતું રહેશે. મને લાગે છે કે તેણે પોતાની પ્રક્રિયાઓ પર વિશ્વાસ વ્યક્ત કરવાની જરૂર છે. આ ફક્ત એક તબક્કો છે, તે અમારા સૌથી સફળ વિદેશી ઓપનર બેટર્સમાંનો એક રહ્યો છે. તેણે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં સદી ફટકારી હતી. અમે તેમનું સમર્થન કરવાનું ચાલું રાખીશું.
કેએલ રાહુલ જો ટીમમાંથી બહાર થઈ જાય તો રોહિત શર્મા સાથે શુભમન ગિલ મેદાનમાં ઉતરી શકે છે. પરંતુ સવાલ એ થાય છે કે રાહુલ પાસેથી આ જવાબદારી છીનવી લીધા બાદ કયો ખેલાડી હવે આ જવાબદારી સંભાળતો નજરે પડશે.