લોકોને હવે કોઇ છોછ નથી રહ્યો: તેમની માન્યતા બદલાઇ રહી છે: જાતીય નબળાઇની સમસ્યાની ચર્ચા મુકત મને કરે છે
કઇ કઇ ફિલ્મો રીલીઝ થઇ ?
શુક્રવારે બે મોટી ફિલ્મો રજુ થઇ છે. બાદશાહો (અજય દેવગન, ઇમરાન હાશમી, ઇલિયાના ડીફઝ) અને શુભ મંગલ સાવધાન (આયુષ્યમાન ખુરાના, ભૂમિ પેડણેકર) આ સિવાય ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાય પણ રીલીઝ થઇ છે. જેમાં ટીવી સીરીયલ તારક મહેતાનો ટપુડો એટલે ભવ્ય ગાંધી પ્રથમવાર હીરો તરીકે ફિલ્મી પડદે આવ્યો છે.
ફિલ્મ વિશે
આપણે વાંચીશું કે ફિલ્મ શુભ મંગલ સાવધાન કેવી છે ? આમા બેડ‚મમાં ચર્ચાતો મુદ્દો પ્રથમ વખત ફિલ્મી પડદે આવ્યો છે. પુ‚ષોની જાતીય નબળાઇ ને મનોરંજન ‚પે સહજતાથી પીરસવામાં આવ્યું છે. એકંદરે, બોલીવુડ હવે બોલ્ડ બનતું જાય છે. અને બીંબાઢાળ ફિલ્મોથી અલગ કંઇક નવું જોવાનો અભરખો દર્શકો રાખે છે. કેમ કે, લોકોને હવે કોઇ છોછ રહ્યો નથી તેમની માન્યતા બદલાઇ રહી છે.
સ્ટોરી
આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડણેકરની જોડીવાળી આ બીજી ફિલ્મ છે. તેઓ અગાઉ સફળ ફિલ્મ દમ લગા કે હઇશા આપી ચૂકયા છે. આ સિવાય આ તેમની ઉપરાઉપરી રજૂ થયેલી બીજી ફિલ્મ છે. હજુ હમણાં જ ભૂમિની ટોઇલેટ એક પ્રેમ કથા અને આયુષ્યમાનની બરેલી કી બરફી રીલીઝ થઇ છે. આ બંને બોકસ ઓફીસ પર સારો કારોબાર કરી રહી છે. કેમ કે આ બંને કલાકારો એવા ભૂમિકા કરે છે જેના થકી દર્શકો જલદીથી કનેકટ થઇ શકે છે.ફિલ્મ શુભ મંગલ સાવધાનમાં આયુષ્યમાન ખરાના(મુદિત શર્મા) અને ભૂમિ પેડણેકર (સુગંધા)ની સગાઇ થઇ જાય છે. પરંતુ જાતીય નબળાઇ (નપુસંકતા)ની સમસ્યાથી પીડાય છે. સુગંધાનો પરિવાર સગાઇ તોડવા રાજી છે પણ અને સુગંધા લગ્ન કરવા માગે છે. આવી નવીન સ્ટોરીલાઇન પર શુભમંગલ સાવધાનમાં અંતે શું થાય છે તે જાણવા તમારે ફિલ્મ જોવી પડશે.
એકિંટગ
આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડણેકરે તેમની ભૂમિકા ખૂબ જ સરસ રીતે નિભાવી છે. આ ફિલ્મને ખૂબ જ સારું ઓપનીંગ મળ્યું છે. સેન્સર બોર્ડે ફિલ્મને યુ.એ. સર્ટીફીકેટ આપીને એક પણ કટ વિના ફિલ્મ પાસ કરી હતી. આ સિવાય ફિલ્મનું મ્યુજિક સ્ટોરીને અનુરુપ છે. પણ લોકપ્રિય નથી.
ડાયરેકશન
ફિલ્મના ડાયરેકટર પ્રસન્ના મૂળ મલયાલમ છે. તેમણે આ હિન્દી રીમેકનું ડાયરેકશન કર્યુ છે. ફિલ્મના નિર્માતા તનુ વેડસ મનુ ફેઇમ આનંદ એલ. રાયએ ફિલ્મનું ડાયરેકશન પ્રસન્નાને સોંપીને ડહાણભર્યુ કામ કર્યુ છે. મૂળ મલયાલમ ફિલ્મોના ડાયરેકટર પણ પ્રસન્ન જ હતા. ઓવરઓલ આ ફિલ્મ એક વાર અવશ્ય જોવા જેવી છે.