રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાઇ હતી જેમાં સૌથી રસાકસીનો જંગ સુરતમાં જાવો મળ્યો હતો. ડાયમંડ નગરી સુરતમાં પહેલીવાર મનપા ચૂંટણીમાં ઉતરેલી આપના ઉમેદવાર મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને હંફાવ્યા હતા. ખાસ કરીને આ વખતે મનપામાં વિપક્ષની ખુરશી પર આમ આદમી પાર્ટી બિરાજમાન થશે. આ સિવાય લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો વોર્ડ નંબર 1,6,8,10,14,11,15,19,21,23,24,15,27 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે. તો વોર્ડ નંબર 2,4,5,16 અને 17માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. તો કોંગ્રેસ સુરતમાં ખાતું પણ ખોલાવી શકી નથી.
સુરતમાં મતગણતરી પૂર્ણ થઇ ચૂકી છે. SMCની કુલ 120 બેઠકોમાંથી ભાજપને કુલ 84 બેઠક મળી છે. જ્યારે અહીં આમ આદમી પાર્ટીએ 25 બેઠક પર જીત મળી છે.
આ વખતે ચર્ચામાં રહેલા ભાજપના જાણીતા કલાકારોના નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયા નામના મહિલા ઉમેદવારની પણ જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. એટલું જ નહીં વિપક્ષી નેતા પપન તોગડીયાની હાર થઈ છે.
ઉલ્લેખનીય છે કે ડાયમંડ સિટી તરીકે ઓળખતા સુરતના કોર્પોરેશનમાં સત્તા પક્ષ તરીકે ભાજપ અને વિપક્ષની ભુમિકામાં આમ આદમી પાર્ટી જોવા મળશે. આ વખતે સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. સુરતમાં NVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાઈ હતી.
મતગણતરીના લેટેસ્ટ આંકડા જાણવા માટે જોડાયેલા રહો www.abtakmedia.com સાથે.