૨૯મીએ વડાપ્રધાનના આગમનને પગલે રાજકોટમાં જેવો માહોલ: શહેરમાં ચારેબાજુ શણગાર રાસ-ગરબાની રમઝટ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પરંપરાગત સ્વાગત કરાશે
આગામી ૨૯મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટના મહેમાન બનવાના છે ત્યારે ભગવાન શ્રીરામનું અયોધ્યામાં જેવી રીતે સ્વાગત કરાયું હતું તેવી રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટની ધરતી ઉપર જાંજરમાન સ્વાગત કરવામાં આવશે. રાજકોટમાં વડાપ્રધાનના આગમનને પગલે ચારેબાજુ રંગોળી અને રોશનની શણગાર કરવામાં આવશે. શહેરમાં જાણે દિવાળી અને નવરાત્રીનો માહોલ છવાયો હોય તેમ પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરાશે. આખો પ્રસંગ રાજકોટના ઈતિહાસમાં અદભુત અને અવિસ્મરણીય બનશે તેવું પી.એમ.ના કાર્યક્રમ અને ‚ટના વોર્ડ નં.૯ના પ્રભારી ડો.ગીરીશભાઈ ભીમાણીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
ડો.ગીરીશભાઈ ભીમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રોડ શોમાં લાખોની સંખ્યામાં લોકો જોડાવવાના છે અને આ રોડ શો હિન્દુસ્તાનમાં ઐતિહાસિક રોડ શો બનશે. તેની પાછળનું કારણ એ છે કે વડાપ્રધાન ૨૯મીએ રાજકોટમાં નર્મદા નીરને વધાવવા આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાને પોતાની રાજકીય કારકિર્દી પણ રાજકોટથી જ શ‚ કરી હતી તે રાજકોટમાંથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા અને ત્યાંથી માંડી તેઓ દેશના પ્રધાન તરીકે બિરુદ મળ્યું. તેમના સ્વાગત માટે લાખોની સંખ્યામાં સ્વયંભુ શહેરીજનો ઉમટી પડવાના છે. ડો.ભીમાણીએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદાના નીરનો પ્રશ્ર્ન એટલે પાણીનો પ્રશ્ર્ન આમ જનતાને લગતો પ્રશ્ર્ન સ્વાભાવિક છે. જયારે લોકો દુષ્કાળને ભુતકાળ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે તેમના મનમાં થનગનાટ છે અને આધારે વડાપ્રધાનને વધાવવા સમગ્ર રાજકોટ શહેરમાં હરતા ફરતા જે માહોલ જોઈએ છીએ અને લોકો એવી તૈયારી કરે છે કે જેમ રામ અયોધ્યામાં વર્ષો પછી આવ્યા હોય. સમગ્ર રાજકોટ શહેરને શણગારવાના છે.
ઘર આંગણે રંગોળીઓ કરવાના છે. ઘર આંગણે જેમ લોકો દિવાળીમાં ડેકોરેટ કરતા હોય તેમ કરવાના છે. મોદીજી જયાંથી પસાર થશે ત્યાં દાંડીયા રાસની રમઝટ બોલાવવામાં આવશે. વિવિધ સમાજના આગેવાનો પોતાના સમાજને સાથે લઈ સમાજની ‚ઢીચુસ્ત અને ભાતીગળ સંસ્કૃતિ પ્રમાણે વડાપ્રધાનનું સ્વાગત અને અભિવાદન કરવાના છે. વડાપ્રધાન રાજકોટ એરપોર્ટથી આવી અને વિશ્ર્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. ૨૧૦૦૦ દિવ્યાંગો રાજકોટ ખાતે એકત્ર થાય અને તેમને પોતાની જીવન જ‚રીયાતની ચીજવસ્તુઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. વડાપ્રધાન એરપોર્ટ એ આવી સીધા રેસકોર્ષ મેદાનમાં જશે. રેસકોર્ષ મેદાનથી દિવ્યાંગોને પોતાના ઉપયોગી સાધનો આપી દિવ્યાંગોને સંબોધન કરી આજી ખાતે નર્મદાના નીરને વધાવશે અને આશરે ૨ લાખ જેટલી જનમેદનીને સંબોધશે. એટલા માટે ખાસ કે ૨૦૧૨માં આજ રાજકોટની ભૂમિ પરથી વિધાન સભાની ચુંટણી વખતે તેઓ મુખ્યમંત્રી હતા અને સૌની યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોને હું ભરી દઈશ. ત્યારે એમણે જોયેલુ સપનું સાર્થક થયું છે ત્યારે તેમને જ થનગનાટ છે અને આજીડેમ ખાતે ૨ લાખ લોકોને સંબોધી ત્યાંથી જ રોડ શો મારફતે નિકળી અમુલની ચોકડી કે જયાં ૮૦ ફુટનો રોડ પડે છે ત્યાં આવશે. ત્યાંથી ડિલકસ સિનેમા રોડ પર, ત્યારબાદ કેસરી હિંદ પુલ થઈ સિવિલ હોસ્પિટલ ચોક ત્યાંથી બહુમાળી ભવન પાસે સરદાર પટેલની પ્રતિમા ખાતે થઈને જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક થઈ એરપોર્ટ આવશે અને ત્યાંથી વિદાય લેશે. જયારે મોદીજી ગુજરાત રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે સામાજીક ચેતના માટે એક રેલી કાઢવાનું કહ્યું હતું. રાજકોટ તેમાં અવ્વલ નંબરે આવ્યું હતું. ત્યારબાદ હરિયાણામાં તેઓએ નવુ સુત્ર આપ્યું. ‘બેટી બચાવો’ ‘બેટી પઢાઓ’ જયારે રાજકોટમાં લગભગ ૧૦ હજારથી વધુ બહેનો સાયકલ રેલી ૨૭મીએ કાઢવાના છે અને ‘બેટી પઢાઓ’ ‘દેશ બચાવો’ની થીમ છે. તો આ એક વિશ્ર્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. સાથોસાથ ૨૧ હજાર દિવ્યાંગોને પોતાની જીવન જ‚રીયાત વસ્તુ આપવાનો વિશ્ર્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. ખાસ કરીને કેન્દ્ર સરકારની છેલ્લા ત્રણ વર્ષની સિદ્ધિઓ, લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ દ્વારા અલગ-અલગ જગ્યાએ દર્શાવવામાં આવશે. લેસર શો પણ દર્શાવાશે. વિવિધ સમાજના લોકો પોતાની જાતે પોતે આકર્ષણનું કેન્દ્ર ઉભુ કરશે. જેમ કે ચા વેચનારો વ્યકિત દેશનો પ્રધાન બન્યો હોય ત્યા ચા વાળાઓનું કહેવું છે કે અમારે એવું આકર્ષણ કરવું છે કે જે મોદીજી પ્રેરીત હોય. વાદી સમાજના લોકો પણ અલગ કાર્યક્રમ આપશે. સાથોસાથ ૨૭ તારીખે સાંજે આજી ડેમ ખાતે બહોળી સંખ્યામાં બહેનો નર્મદા નીરને વધાવશે આરતી પણ કરશે. સરકારે જે વચનો આપ્યા એ વચનોની પુરતતા કરી છે. જયારે પ્રધાન ગુજરાતના મંત્રી હતા ત્યારે સૌની યોજના દ્વારા ૧૧૫ ડેમોમાં પાણી ભરવામાં આવશે. લોકોના મનમાં આજે વિશ્ર્વાસ જાગ્યો છે. નગરજનોએ જાણે પોતાનો કાર્યક્રમ હોય તેવી રીતે સ્વયંભુ ઉપાડી લીધો છે અને રાજકોટ વાસીઓ રાજકોટને કેસરીયા રંગમાં રંગવા જઈ રહ્યા છે. સાંજના સમયે લોકો ખરીદી કરવા નીકળી છે ત્યારે તેઓ કહે છે કે વડાપ્રધાન આવે છે સાથો સાથ નર્મદા નીરને વધાવવા માટે અમે અમારી યથાશકિત મુજબ ખરીદી કરીએ છીએ અને લોકોમાં વડાપ્રધાનના આગમનને લઈ ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.