દર્શનાર્થે આવતા ભાવિકોની ભીડથી કોરોનાનું જોખમ ન વધે તે માટે લેવાયો નિર્ણય
સમગ્ર વિશ્ર્વમાં વસતા વૈષ્ણવ સમાજના આસ્થા સામાન રાજસ્થાનના નાથદ્વારામાં આવેલ શ્રીનાથજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમ વખત ગઇકાલે બપોરે રાજભોગના દર્શન બાદ કોરોના વાઇરસના લીધે દર્શનાર્થીઓ માટે ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય રાજસ્થાન સરકારના સચિવ દ્વારા રાકેશ મહારાજ, નાથદ્વારા મંદિરને પાઠવમાં આવતા તિલકાયત મહારાજનના હુકમથી શ્રીનાથજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ૧૭મી બપોર બાદથી બંધ કરી દેવામાં આવેલ છે. નાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર બંધ રહેતા બજારો અને હોટલો સાવ સુમસામ જોવા મળી રહી છે. આ અંગે નાથદ્વારામાં આવેલ વૈષ્ણવોના પ્રિય વંદના હોટલ પાટીદાર ડાઇનીંગ હોલ વાળા હરેશભાઇ મોરાનો સંપર્ક સાધતા તેઓએ પણ નાથદ્વારામાં બજારો ગેસ્ટ હાઉસો સાવ ખાલીખમ જોવા મળી રહ્યાનું જણાવ્યું હતું. છેલ્લા બે દિવસમાં ખાણી પીણીના ધંધાર્થીઓ સાવ નવરા થઇ ગયા હોવાનું જણાવેલ હતું.