પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અબતક મીડિયા હાઉસના એક્ઝિક્યુુટીવ ડિરેકટર દેવાંશભાઈ મહેતાએ મહાઆરતીનો લીધો લાભ

સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે રોજ સવારે 8.30 અને સાંજે 7.45 એ રાજકોટના શ્રેષ્ઠીઓ, અધીકારીઓ, મિત્રો દ્વારા મહાઆરતી કરવામાં આવે છે. રોજબરોજ અવનવી થીમ સાથે સુંદર લાઈટીંગના સથવારે દિવ્ય દર્શન સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડના પંડાલમાં થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથો સાથ સામાજીક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવેલ તેમજ રાજકોટની સ્કુલના બાળકોને પણ દર્શન / આરતીનો લાભ મળી રહે તે માટે સવારે તેમને આમંત્રીત કરવામાં આવે છે. તેમની સાથો સાથ પંડાલમાં 13 ફુટ ઉંચી મહાદેવની મુર્તિ એ પણ ખુબજ આકર્ષણ જમાવ્યું છે.

ટ્રસ્ટ દ્વારા તે લોકોને આવવા જવા માટે બસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી . સાથો સાથ રાત્રે 8-30 કલાકે તેમને ગણપતિ મહોત્સવના પંડાલમાં મહાપ્રસાદ કરાવવામાં આવેલ અને સાથોસાથ સ્કુલના નાના બાળકો પણ મોટી સંખ્યામાં સવારની આરતીનો લાભ લે છે. અને તેમના માટે પણ પ્રસાદ/ચોકલેટ પણ આપી બાળકો ડીજેના તાલે ઝુમે છે. આવી સુંદર વ્યવસ્થા પણ સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવના ટ્રસ્ટીઓ/કમીટી મેમ્બર ધ્વા2ા ક2વામાં આવી છે.

મહાઆરતીમાં રાજકોટના લોકપ્રિય ભુતપૂર્વ મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી સાહેબ  ભુતપૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચે2મેન  નીતીનભાઈ ભા2ઘ્વાજ  ‘અબતક’ના એકઝીકયુટીવ ડાયરેકટ2  દેવાંશભાઈ મહેતા – એ.સી.પી. ટ્રાફીક  મલહોત્રા,   મહેશભાઈ રાજપુત ,દિનેશભાઈ ભુત હિરેનભાઈ ચંદારાણા વગેરે મહાનુભાવો સહ પરિવાર ઉપસ્થિત રહી આ મહાઆરતીનો લાભ લઈ મંત્ર મુગ્ધ થયા હતા.  સાથોસાથ સૌરાષ્ટ્રનું સૌથી સુંદર કલા કુતિ સાથે આબેહુબ પંડાલના દર્શન કરી સૌ આમંત્રીત મહેમાનો તેમજ સર્વે ભાવિક ભકતો એ સર્વેશ્વ2 ગણપતિ મહોત્સવના ટ્રસ્ટી  આયોજકોને અભિનંદન પાઠવ્યા હતાં.

મહાઆરતી પુરી થયા બાદ રાત્રે 9-00 કલાકે સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ઘ્વા2ા ” શ્રીનાથજી ઝાંખી  આઠ સમાના દર્શન ” નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો . જેનો આશરે 5,000 થી વધુ ભકતોએ લાભ લીધેલ હતો. જેમાં   શ્રીનાથજી ની ઝાંખી માં કલાકાર આસીફ ઝરીયા એ પોતાના ભક્તિગીતોથી લોકો ને મંત્રમુગ્ધ બનાવી અને સમગ્ર વાતાવરણ ને ભક્તિમય બનાવી દીધું હતું.આરતી શ્રીનાથજીની મંગળા કરી,ગોવિંદ જય જય ગોપાલ જય જય જેવા ભક્તિગીતો થી દર્શનાર્થીઓને શ્રીનાથજીની ભક્તિ માં લીન કરી દીધા હતા.

કાલે વિસર્જન યાત્રા સવારે 10-00 વાગ્યે સર્વેશ્વર ચોકથી ઢોલ નગા2ા/ડીજે ના તાલે વિજ્ઞહર્તા ને વિદાય આપવામાં આવશે . અને શાસ્ત્રોકત વિધિ મુજબ આરતી કરી વિસર્જન કરવામાં આવનાર છે. જેમાં પણ સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાય તેવી અપેક્ષા સાથે.

આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ   કેતનભાઈ શા52ીયા, જતીનભાઈ માનસતા, અલાઉદ્દીનભાઈ કા2ીયાણી , હિતેષભાઈ મહેતા , વિપુલ ગોહેલ , સમીરભાઈ દોશી , બહાદુરસિંહ કોટીલા , બ્રીજેશભાઈ નંદાણી , અતુલભાઈ કોઠારી , સુધીરસિંહ , આશીષભાઈ હીંડોચા , અશોકભાઈ સામાણી , સત્યજીતભાઈ જાડેજા, રાજુભાઈ મજેઠીયા , કેતનભાઈ ભટ્ટ , પ્રકાશભાઈ પુરોહીત , રાજુભાઈ જાની , દિપકભાઈ સાપરીયા , હિતેષ જેઠવા , પ્રતિક વ્યાસ , ઉપેન્દ્રસિંહ ઝાલા , મુનાભાઈ જાડેજા રાજભા 5રમાર , જયેશભાઈ જોશી , અક્ષય , લાલભાઈ મી2 , અમીત ચાવડા , ગુલાબસિંહ જાડેજા , રાજુ કીકાણી સાથે તમામ ટ્રસ્ટી  કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહયા છે. આ ગણપતિ મહોત્સવને વોટ2 વર્કસ સમીતીના ચે2મેન  દેવાંગભાઈ માંકડનું માર્ગદર્શન મળી રહયુ છે.

કેતનભાઈ સાપરિયા (આયોજક)

vlcsnap 2022 09 08 12h18m49s728

સર્વેશ્વર ચોકકા રાજા ગણપતિ મહોત્સવ ના આયોજક કેતનભાઇ સાપરિયા જણાવે છે કે આ વખતે થયેલું છે તેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ દાદા ના દર્શન નો લાભ લેવા પધારી રહ્યા છે. આશરે પચાસ થી પંચાવન હજાર દર્શનાર્થીઓ દરરોજ દુંદાળા દેવનું દર્શનનો લાભ લે છે તેમજ આ વખતે એલ.ઇ.ડી. સ્ક્રીન, ફાઉન્ટેન દરરોજ અવનવા કાર્યક્રમ દરરોજ જુદી જુદી પ્રકારના પ્રસાદ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે. અને વધારે ને વધારે લોકો દાદાના દર્શનનો લાભ લે તેવી કામના કરે છે.

હિતેશભાઈ બારડ (દર્શનાથી)

vlcsnap 2022 09 08 12h19m17s280

પરિવાર સાથે આ સુંદર આયોજન અને દાદા ના દર્શનનો લાભ લેવા આવેલા હિતેશભાઈ બારોટ જણાવે છે કે આયોજન ખૂબ જ સુંદર રીતે થયેલું છે દર્શનનો લાભ બધાને એક સરખો મળી રહ્યો છે ત્યાં કાર્યકરો ખૂબ સહભાગી બન્યા છે માણવા જેવો એક અનુભવ થઈ રહ્યો છે તેમ જ એક વખત તો દાદા ના દર્શનનો લ્હાવો અહીં આવી એક વખત માણવા જેવો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.