સરધારના નિત્ય સ્વરુપ દાસજી કથાનું રસપાન કરાવશે: શનિવારે રાધેશ્યામ મંદીરથી હાથીની અંબાણી ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળશે
મહુવામાં આવેલ નુતન સ્વામીનારાયણ મુખ્ય મંદીરમાં ગઢપુર શ્રી ગોપીનાથ મહારાજના તાબાના નવનિર્મિત સ્વામી નારાયણ મંદીર મહુવા,માં શ્રીમદ સત્સંગિક જીવન કથાનું આયોજન તા. ૧ર થી ર૦ જાન્યુ સુધી ઉમેચંદની વાડીના પટાંગણમાં શોભાયાત્રા બપોરે ૩ વાગ્યે રાધેશ્યામ મંદીરથી હાથીની અંબાડી ઉપર નીકળશે.
આ કથાનું રસપાન સરધારના નિત્યસ્વરુપ દાસજી કરાવશે અને નવું તૈયાર થનાર સંત આશ્રમ યાત્રિક ભુવન ભોજનાલય તેમજ વિઘાર્થી છાત્રાલયનો ભવ્ય ખાતમુહુર્ત મહોત્સવનું આયોજન આ રથયાત્રા વિવિધ જગ્યાઓ ઉપર નીકળશે અને આ રથયાત્રામાં મહુવા તેમજ આજુબાજુના વિસ્તારના સ્વયંમ સેવકો બહોળી સંખ્યામાં જોડાશે આ મહોત્સવમાં પધારતા સંતો ઘનશ્યામ પ્રસાદદાસજી ગઢડા માધવપ્રસાદ દાસજી, વડતાલથી નિરન્નમુકતદાસજી તેમજ બગસરા અમરેલી દ્વારકા, અમરેલી, માંગરોળ, જુનાગઢ, ભાવનગર, સુરત જગન્નાપુરી તેમજ ગીરીબાપુ (શિવકથાકાર) જીગ્નેશદાદા (રાધે રાધે) યજ્ઞેશભાઇ ઓઝા ભાગવત આચાર્ય વિગેરે વકતાઓ મહુવા પધારશે. અને સ્વામી નારાયણ મંદીરે તાડામાર તૈયારી ભકતો દ્વારા કરવામાં આવી છે. બહારગામથી આવતા લોકો માટે રહેવાની જમવાની પણ વ્યવસ્થા રાખેલ છે. આ કથામાં મહુવાની તમામ સંસ્થા આવેલે છે તે પણ આ કથામાં જોડાયેલ છે. અને સીતારામ પરિવાર તેમજ સ્વામીનારાયણ મંદીર તરફથી જાહેર આમંત્રણ પાઠવામાં આવેલ છે.