લોકડાઉનના સમયમાં ૪પ જેટલા કેમ્પ યોજાયા

સીવીલ હોસ્પિટલમાં છેલ્લા અઢી મહીનામાં જયારે બ્લડની સખત અછત હતી ત્યારે પ્રથમ ૧પ દિવસમાં બ્લડ ડોનર્સને સીવીલ બ્લડ બેંકે લાવી બ્લડની જરુરીયાત પુરી કરી છેલ્લા બે માસ દરમિયાન સવાર-સાંજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સીવીલ બ્લડ બેંકને ૪પ કેમ્પ દ્વારા ૨૭૦૦ બ્લટ બોટલ્સ સમર્પણ કરાયું છે. તેમજ અન્ય બેંકમાં રર કેમ્પ કરી ૧૧૦૦ બોટલ્સ એકત્રીત કરી ટોટલ ૩૮૦૦ બ્લડ બોટલ્સ સમર્પણ કરાયું છે.

ગોંડલ ખાતે ગંગોત્રી સ્કુલમાં ૪૬૬ રકતદાતાઓએ રકતદાન કરી લોકડાઉન દરમ્યાન સૌથી મોટી સંખ્યામાં રકતદાનનો નો દાખલો આપ્યો છે.

આ તકે શ્રીમદ્દ રાજચંદ્ર સેવાગ્રુપના વિનય જસાણી તમામ રકતદાતાઓના સાથ સહકાર માટે હ્રદયપૂર્વક આભારી છે. તેમજ સીવીલ હોસ્પિટલના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકડર્સ તેમજ સ્ટાફ મિત્રોના સાથ સહકાર માટે ઋણી છે. કોઇપણ સ્થળે જો આપ સીવીલ બ્લડ બેંક માટે રકતદાન કેમ્પનું આયોજન કરવા માંગતા હોય તો શ્રી રાજચંદ્ર સેવા ગ્રુપ વિનય જસાણી (મો.નં. ૯૪૨૮૨ ૦૦૬૬૦) નો સંપર્ક કરવા વિનંતી.

આ ઉપરાંત ખાસ ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડે.કલેકટર ચરણસિંહ ગોહીલ, જજ જીનલબેન ઠકકર, મેહુલભાઇ ‚પાણી, સંદિપભાઇ છોટાળા, ઉપેનભાઇ મોદી, મુકેશભાઇ દોશી, મિહિરભાઇ માંદેકા, વિક્રમસિંહ રાણા, નિલેશભાઇ લુણાગરીયા, બંટીભાઇ ભુવા, ડો. દિપક વડોદરીયા, ગૌરાંગભાઇ ઠકકર, ભાવિનભાઇ ખોયાણી, પરેશ ઠકકર, પરેશ ચુડાસમા, હર્ષદભાઇ ગમારા, સતીષભાઇ સાગઠીયા, અજયભાઇ વખારીયાનો સાથ સહકાર માટે અમો ઋણી છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.