કથાના વ્યાસાસને જુનાગઢના લાખણશીભાઇ ગઢવી જ્ઞાન પ્રવાહ વહાવશે
ઉપલેટાના આંગણે રાજાભાઇ સામતભાઇ સુવા પરિવારના યજમાન પદે તા.24 ને ગુરુવારથી ખાખીજાળીયા રોડ પર વૃંદાવન ધામમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઇ રહ્યો છે.
શહેરના ખાખીજાળીયા રોડ ઉપર વૃંદાવન ધામમાં રાજાભાઇ સામનભાઇ સુવા પરિવારના યજમાન પદે તેમના દિવંગત પિતૃદેહો મોક્ષા અર્થે આગામી તા.24 ને ગુરુવારથી તા.1 લી ને ગુરુવાર સુધી સવારે 9 થી બપોરે 12 અને બપોરે 3.30 થી 6.30 કલાક સુધી પાવનકારી શ્રીમદ્દ ભાગવનજીના કલ્યાણકારી પગલાઓ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
આ કથાના વ્યાસાસ સ્થાને જુનાગઢના લાખણશીભાઇ ગઢવી પોતાનાી અદભુત અને અલૌકિક શૈલીમાં સરપાન કરાવવા ઉપસ્થિત રહેશે આ કથાની પોથીયાત્રા તા.ર4ને ગુરુવાર સાંજે 4.35 સુવા પરિવારના સુરાપુરા બાપાના મંદિરથી નીકળશે તે વૃંદાવન ધામમાં પધારશે. અને કથાનાં પ્રારંભ થશે તા.ર6ને શનિવાર સાંજે 5 કલાકે નૃસિંહ પ્રાગટય તા.27ને રવિવારે સવારે 10 વાગે વામન જન્મ, બપોરે 12 કલાકે શ્રીરામ જન્મ, તા. 28 ને સોમવારે સાંજે 5.30 કલાકે શ્રી કૃષ્ણ જન્મ, તા. 30 ને બુધવારે સાંજે 5.30 કલાકે રૂક્ષ્મણી વિવાહ તા. 1 ને ગુરુવારે બપોરે 11 કલાકે સુદામા ચરિત્ર ના પ્રસંગે યોજાશે. આ પ્રસંગે આમંત્રીકો માટે દરરોજ વૃંદાવન ધામમાં બપોર અને સાંજે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
તા.30 ને બુધવારની રાત્રે સેવેશા ગામની પોલાભાઇની કાનગોપીની મંડળી રાખવામાં આવેલ છે. તો આમંત્રીકો ને પધારવા સુવા પરિવારના હરદાસભાઇ, કાનાભાઇ, રાજશીભાઇ મેરામણભાઇ, જગદીશભાઇ, કિશોરભાઇ શૈલેશભાઇ, પ્રકાશભાઇએ કથામાં સરપાન કરવા તેમજ પ્રસાદ લેવા અનુરોધ કરેલ છે.