11 દિકરીઓનાં સમુહ લગ્નના આયોજન તથા સર્વપિતૃમોક્ષાર્થે આચાર્ય પિયુષભાઈજી કથાનું રસપાન કરાવશે: કથાના મુખ્ય યજમાન બનવા તથા પોથી યજમાન બનવા જાહેર અપીલ
વિવિધ સામાજીક સેવાઓ થકી શહેરમાં જાણીતી સેવા સંસ્થા યુવા સેના ટ્રસ્ટ, રાજકોટ દ્વારા 11 દિકરીઓના સમુહ લગ્ન તથા સર્વ પિતૃ મોક્ષાર્થે આગામી તા . 14-04-2023 ના રોજ અંબા માતાજી મંદિર, જીવરાજ પાર્ક, રાજકોટ ખાતે મહિલા સત્સંગ મંડળ, તેમજ સેવકગણના સાથ – સહકારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સંગીતમય શૈલીમાં પ્રખર ભાગવત આચાર્ય શાસ્ત્રી પિયુષભાઈજી (રાજકોટ) રસપાન કરાવવામાં આવશે. આ અવસરે અંબાજી માતાજી મંદિરના મહંત શાસ્ત્રી પ્રફુલ્લભાઈ આચાર્ય ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવલેા સોનલબેન વાછાણીએ જણાવ્યું હતુ કે કથાના મુખ્ય પાવન પ્રસંગો તા.14-4 થી સાંજે 4-00 કલાકે પોથીયાત્રા, તા . 16, રવિવારે નૃસિંહ પ્રાગટય, તા.17 ના રોજ ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ તેમજ 18 ના રોજ શ્રી કૃષ્ણ પ્રાગટયોત્સવ , તા.19 ના રોજ ગોવર્ધનલીલા ચરિત્ર, તથા શ્રી કૃષ્ણ – રૂકમણી વિવાહ અને તા.20ના રોજ સુદામા ચરિત્ર અને પરિક્ષિત પ્રસંગોનું શાસ્ત્રી પિયુષભાઈજી સંગીતમય શૈલીમાં કથાશ્રવણ પાન ભાવિક ભકતજનોને કરાવશે. રાજકોટ શહેરની પોથી યજમાન બનવા તેમજ સ્વજનોના પિતૃ મોક્ષાર્થે પાટલા યજમાન બનવા યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદયુમનસિંહ ઝાલા જાહેર અપીલ કરે છે. તેમજ આ પ્રસંગે તન – મન – ધન થી સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.
યુવા સેના ટ્રસ્ટ, રાજકોટના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સેવા પાંખના સદસ્યો તથા જીવરાજ પાર્ક તેમજ કસ્તુરી તથા આજુબાજુના સોસાયટીવાળા ઉત્સાહભેર તડામાર તૈયારી કરી રહયા છે. તેમજ આ સેવા યજ્ઞને સફળતાપૂર્વક પાર પાડવા ટ્રસ્ટ પ્રમુખ પ્રદયુમનસિંહ ઝાલાના નેતૃત્વમાં વિવિધ સમિતિઓની રચના કરીને તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ સબબ વિશેષ માહિતી માટે ટ્રસ્ટ પ્રમુખના મો . 99133 10100 પર સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે.