કથામૃતનું રસપાન કરાવતા લોકપ્રિય કથાકાર રામેશ્ર્વરબાપુ હરિયાણી
મહંત નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુ, આપા ગીગાના ઓટલા દ્વારા રાજકોટમાં ભકિતનગર સર્કલ પાસે આવેલ શેઠ હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં આજથી તા. 4-11 ના દિવસો દરમ્યાન વિદ્વાન યુવા કથાકાર રામેશ્ર્વરબાપુ હરિયાણીના વ્યાસાસને માનવ સમાજના 18 વર્ણના પરિવારોના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે, દરરોજ બપોરે 3 થી 6.30 વ્યાસાસનેથી હરિયાણીબાપુ ભાગવત કથાનું સંગીતના સથવારે રસપાન કરાવશે, સાંજે 6.30 પછી તે દિવસે કથામાં પધારેલા સંતો, મહંતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભવો મહેમાનોનું સન્માન કરવામાં આવશે અને સાંજે 7 થી 9 કથા શ્રવણ માટે પધારેલ સર્વેને ભોજન પ્રસાદ પીરસવામાં આવશે.
બુધવાર તા. 2-11 ના રોજ સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્રના વિવિધ ધર્મસ્થાનોમાંથી પધારેલા સંતો-મહેતોનું સન્માન અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.સર્વે કોમના પિતૃઓના મોક્ષાર્થે કથા મંડપમાં મૂકાયેલા પાટલાઓની વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માતૃ-પિતૃઓની પૂજા કરવામાં આવશે, પાટલો નોંધવવા કે અન્ય માહીતી માટે કથાના કાર્યાલય ગોપીનાથ કોમ્પ્લેકસ, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવા જિજ્ઞેશભાઇ કાલાવડીયા મો.નં. 98250 20064 ની યાદીમાં જણાવાયું છે.
આજે પ્રથમ િેદવસે સૌરાષ્ટ્રના વિવિધ ધર્મસ્થાનોના સંત મહંતો હાજર રહ્યા હતા. અને ધારેશ્ર્વર મંદિરેથી પ્રારંભ થયેલ પોથીયાત્રાનું ભવ્ય સામૈયું નીકળ્યું હતું. કથાનું રસપાન કરવા રાજકોટના ભાવિકજનોને કથાના આયોજક અને આપા ગીગાના ઓટલના મહંત નરેન્દ્રબાપુનું ભાવભવ્યુ આમંત્રણ છે. આ ઉપરાંત 18 વર્ણના જ્ઞાતિપરિવારો પોતાના પિતૃઓના મોક્ષાર્થે વિનામૂલ્યે પાટલો પણ નોંધાવી શકે છે. આજે મોટી સંખ્યામાં ભાવિજનોએ કથાકાર રામેશ્ર્વરબાપુના કર્ણપ્રિય સંગીતના સંથવારે કથાનું રસપાન કર્યુ હતું.