દરરોજ રાત્રે શાસ્ત્રી પ્રિયદાસજી સ્વામી દિવ્ય કથામૃતનું રસપાન કરાવશે: હરિ પ્રાગટયતિથિ અને રામનવમીની પણ ઉજવણી કરાશે
સ્વામીનારાયણ ગુરૂકુલ હરિયાળા-ખેડા આયોજીત મવડી રાજકોટના આંગણે પૂ.શાસ્ત્રીજી મહારાજની દિક્ષા શતાબ્દી પર્વે અને પૂ.ગુરૂજીની પંચમ પૂણ્યતિથિ પ્રસંગે આજથી ૨૭મી સુધી શ્રીમદ્ ભાગવત પંચાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત આપવા કથા વકતા સ્વામી શ્રીજી પ્રિયદાસજી સ્વામી અને વિવેક સ્વામીએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
આજે સાંજે ૫ વાગ્યે શ્યામ પાર્ક, શેરી નં.૩ કોમન પ્લોટ ખાતેથી પોથીયાત્રા નીકળશે અને જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે. ગરમીના દિવસોને ધ્યાનમાં રાખીને કથા શ્રવણ માટે રાત્રીનો સમય પસંદ કરવામાં આવ્યો છે. રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી શાસ્ત્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી દિવ્ય કથામૃતનું રસપાન કરાવશે.
કથાના યજમાનપદનો લાભ પિયુષભાઈ સોરઠીયા, પરસોતમભાઈ સોરઠીયા, ઘનશ્યામભાઈ સોરઠીયા, પિયુષભાઈ સોરઠીયાએ લીધો છે. શાસ્ત્રી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની દિક્ષા શતાબ્દી પર્વે અને ગુ‚કુલ હરીયાળાના સંસ્થાપક પુ.પુરાણી સ્વામી અક્ષરજીવનદાસજી સ્વામીની પંચમ પૂણ્યતિથિ નિમિતે શાસ્ત્રી ભકિતજીવનદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. આ ભાગવત જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતી ૨૦ના મંગળવારે થશે. આ દરમિયાન હરી પ્રાગટયતીથી અને રામનવમીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભાગવત શાસ્ત્ર ભગવાન વેદવ્યાસજીના જ્ઞાનનો નિચોડ છે. ભગવાન કૃષ્ણ ચંદ્રજીના દિવ્ય લીલા ચરિત્રનો અનુપમ મહિમાવંતો છે. ધર્મપ્રેમીજનોને ભાગવત કથા શ્રવણનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,