શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત અને શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) ના વડપણ હેઠળ ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કથાના ચોથા દિવસે ભાવીક જનો જેની આતુરતાથી રાહ જોઇ રહયા હતા તે શ્રી રામજન્મોત્સવ અને શ્રી કૃષ્ણજન્મોત્સવનું ભવ્ય કિર્તન અને નર્તન સાથે કથા નીરૂપણ કરવામાં આવ્યુ હતુ . વ્યાસ પીઠ પરથી વિદ્વાન વકતા પૂજય રામેશ્વબાપુ હરીયાણીએ જણાવ્યુ હતુ કે શ્રીમદ્ ભાગવત કથા એ મોક્ષદાયી ની કથા છે .
મનુષ્યમાં રહેલી સુશુપ્ત શકિતઓને જાગૃત કરીને મનુષ્યમાં મુલ્યો અને નિષ્ઠાનું કથા દ્વારા સિંચન થાય છે સાથે સાથે શ્રી રામેશ્વરબાપુએ ભાવીક જનોને કથાના માધ્યમથી જણાવ્યુ હતુ કે તેઓ ભાગ્યશાળી છે કે તેઓને માનવતાના ધામસમા શ્રી આપાગીગાના ઓટલાના સાનીધ્યમાં કથા શ્રવણ કરવાનો દિવ્ય લાભ પ્રાપ્ત થઇ રહયો છે. કથાના ચોથા દિવસે કથા મંડપના સ્ટેજપર ભવ્ય અન્નકોટના દર્શન કરીને ભાવીકો ભાવિવભોર થયા હતા . કથાના વકતા પૂજય રામેશ્વરબાપુએ આ તકે જણાવ્યુ હતુ કે સતાધારના પૂજય મહંત શ્રી જીવરાજબાપુની ચેતના આજે પણ આપણને સૌને દિવ્ય જીવન જીવવાની પ્રેરણા આપે છે સતાધારના આવા દિવ્ય આત્મા વૈરાનુરાગી સંત શ્રી જીવરાજબાપુ ને તેઓએ વ્યાસપીઠ પરથી શતશત નમન કર્યા હતા . સાથે જગાવ્યુ હતુ કે માણસ ને કથા સુધારે કે ન સુધારે પણ કથા માણસને બગડવા દેતી નથી તે 100 % હકીકત ની વાત છે .
શ્રીમદ્ ભાગવત કથા આજના તુટતા પરીવારોમાં પ્રેમનું સિંચન કરી સમાજમાં એકાત્મકતાની ભાવનાનું નિરૂપણ કરે છે . આપણે સૌ પૂજય નરેન્દ્રબાપુ જેવુ ધામધોકાર અન્નક્ષેત્ર ન ચલાવી શકએ તો વાંધો નથી પરંતુ એટલુ તો જરૂર કરી શકીએ કે દરરોજ ભોજન કરતા પહેલા ગાયને એક રોટલી ખવડાવીએ પૂજય નરેન્દ્રબાપુ નાત જાત કે કોમના ભેદભાવ વગર આંગણે આવેલા તમામ મનુષ્યને માનવતાના નાતે રોટલો જમાડે છે . આજ આપણી સાચી સંસ્કૃતિ છે . નરેન્દ્રબાપુના શબ્દો છે કે ખવડાવે કોઇનું ખુટતુ નથી .
શ્રીમદ્ ભાગવતમાં ત્રિજા દિવસે સમાપન સમયે પોથી ધારકોને દરેક પરિવારોને પોતાના બાળકોને કાનુડો બનીને કૃષ્ણજન્મોત્સવમાં હાજરી આપવાનું નરેન્દ્રબાપુ દ્વારા આહવાન કરેલ હતુ . જેને પગલે પોથી ધારકો પોતાના બાળકોને કાનુડો બનાવી ઉપસ્થિત રહયા હતા . જે પગલે સમીયાણામાં મોટી સંખ્યામાં બાળ કાનુડાઓ જોવા મળ્યા હતા અને આ બાળ કાનુડાઓને લઇને સ્ટેજ પર આવવા આમંત્રણ ને પગલે પોથી ધારકો પોતાના બાળકોને બનાવેલા બાળકાનુડાઓ સાથે સ્ટેજ મંડપ પર કલાકો સુધી નાચગાન સાથે ભકિતમય બન્યા હતા .
તેમણે શ્રીમદ્ ભાગવત કથાનું નિરૂપણ કરતાં કહ્યુ હતુ કે જગતનો મોટામાં મોટો તાત એ ભગવાન શંકર છે . ચાર જગ્યાએ આમંત્રણ વગર પણ જવાય તેમાં પ્રથમ મિત્રના ઘરે , દ્વિતીય દેવ સ્થાનમાં ઉત્સવ હોય ત્યારે , તૃતિય સદ્ગુરૂના ધામમાં જવામાં કયારેય આમંત્રણની જરૂર નથી , ચતુર્થ પિતાના ઘરે દિકરીને જવા ક્યારેય આમંત્રણની જરૂર નથી કથા અને પારસમણી છે અને અમૃતનો ટુકડો છે ત્યારે શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવાગ ભાગ્યશાળી અને નસીબદાર હોય તે જ કરી શકે સાથે સાથે તેમને સમાજને અંધશ્રધ્ધામાં બહાર નિકળવાની શિખ આપતા જણાવ્યુ હતુ કે સંતોને ત્યાં જગ્યાઓમાં જઈને માથુ ટેકવો તે બરાબર છે પરંતુ હવે દોરા ધાગાઓ અને પાખંડો માંથી બહાર નિકળવાની પણ એટલીજ આવશ્યકતા છે .
આ તકે પ્રજાપતિ સમાજના અગ્રણી અને રાજકોટ નાગરીક બેંકના ડીરેકટર શ્રી ગીરીશભાઇ દેવળીયા એ જણાવ્યુ હતુ કે રાજનીતીનું આજે નરેન્દ્રભાઇ જેવા લોક સેવકની ખાસ જરૂર છે . આપણે સૌ તેમની શકિત અને ક્ષમતાથી પુરી રીતે પરીચીત છીએ છેલ્લા 30 થી નરેન્દ્રભાઇ એ રાજકોટ શહેરમાં અને સમગ્ર રાજયમાં સેવા યજ્ઞની ધુણી ઘખાવી છે જેનો હું ત્રણ દાયકાથી શાક્ષી રહયો છું જો આવતી ચુટણી માં નરેન્દ્રબાપુને ધારાસભા માં વિજેતા બનીને મીનીસ્ટર બનશે તો સમાજને તેનો મોટો ફાયદો થશે ગીરીશભાઇ દેવળીયાએ આ તકે નરેન્દ્રબાપુને આગામી દિવસોમાં ગુજરાત સરકાર માં મંત્રી પદે બિરાજવા માટે શુભકામનાઓ પાઠવી હતી . પ્રજાપતિ સમાજના અગ્રણી મોહનભાઇ વાડોલીયાએ જણાવ્યુ હતુ કે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા ભુખ્યાજનોને રોટલો અને આશ્રય માટે ઓટલો આપનાર નરેન્દ્રબાપુની શકિત નાનીસુની નથી . આપણા ઘરે આપણે પાંચ મહેમાન આવે તો પણ આપણને પરેશાની થાય છે ત્યારે નરેન્દ્રબાપુ રોજના હજારો લોકોને છેલ્લા 1 દાયકાથી જમાડી રહયા છે . આ ખરેખર અભિનંદનીય કાર્ય છે . સમગ્ર સમાજ નરેન્દ્રબાપુના દરેક કાર્યમાં તેમની સાથે રહયો છે અને હરહંમેશ રહેશે .
શ્રીમદ્ ભાગવત સપ્તાહના ચોથા દિવસે સંતો મહંતો પ્રજાપતિ સમાજના આગેવાનો અને લોકપ્રીય જન સેવકોનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ સુરત રામ મઢી આશ્રમના મહંત મહામંડલેશ્વર પૂજય મુળદાસ બાપુનુ પૂજય નરેન્દ્રબાપુએ શાલ ઓઢાળી વિશેષ સન્માન કર્યુ હતુ સાથે સાથે મહંત મુખીબાપુ પીપળીધામનું પણ સ્ટેજ પરથી અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ . એકઝયુકીટીવ એન્જીનીયર રાજકોટ મહાનગર પાલીકા પી.કે. ટાંક અને પુંજાભાઈ આહીરનું પણ વ્યાસપીઠ પરથી સન્માન કરવામાં આવ્યુ હતુ . પ્રજાપતિ સમાજના અગ્રણીઓ સર્વ શ્રી મોહનભાઈ વાડોલીયા , ગોરધનભાઈ કાપડીયા , દિલીપભાઇ નડીયાપરા , મનસુખભાઇ ધંધુકીયા , નરેશભાઇ ધરોડીયા , વસંતભાઈ ચૌહાણ , અનીલભાઇ કાનપરા , મનસુખભાઇ મણીયાર , મનસુખભાઇ મોજીદરા , મેઘજીભાઇ વાડોલીયા , લલીતભાઇ વાડોલીયા , રમેશભાઇ વાડોલીયા , દેવજીભાઇ , કાંતીભાઈ સંચાણીયા , યોગેશભાઇ ઉનાગર , ચંદુભાઈ ઉનાગર , બાબુભાઇ ટાંક , છગનભાઇ જાદવ , ગિરીશભાઇ દેવળીયા સહીતના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ .
વ્યાસપીઠ પરથી રાજકોટ મહાનગર પાલીકાના દંડક અને વોર્ડ નં . 13 ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા , વોર્ડ નં . 13 ના કોર્પોરેટર નીતીનભાઈ રામાણી , વોર્ડ નં . 11 ના કોર્પોરેટર લીલુબેન જાદવ , વોર્ડ નં 1 ના કોર્પોરેટર ડો . અલ્પેશભાઇ મોરજરીયા , સહીતના જન સેવકોનું નરેન્દ્રબાપુએ ફુલહારથી શાલ ઓઢાળી સન્માન કર્યુ હતુ .