કચ્છના અંજાર તાલુકાના ભીમાસરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ કથાયજ્ઞમાં જીગ્નેશ દાદા કથાનું રસપાન કરાવી રહ્યા છે જેમાં ભાવિકો દૂર દૂરથી ઉમટી રહ્યા છે.આજે ઉરસહભેર માહોલમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભાવિકો કૃષ્ણ રાસ રમ્યા હતા.જીજ્ઞેશ દાદાએ બાળકૃષ્ણને રમાડીને જન્મોત્સવ ઉજવ્યો હતો.

ભીમાસરમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં પૂજ્ય જીજ્ઞેશ દાદા એ રસપાન કરાવતા જણાવ્યું કે,ભક્તિ માત્રને માત્ર ભાવથી થાય છે.પરમાત્મા સારસ્વત અને સત છે.દુનિયામાં જ્યાં નજર કરો ત્યાં પરમાત્મા છે.પરમાત્માથી ભય પણ ભયભીત થઈ જાય છે.પૂજ્ય જીજ્ઞેશ દાદા (રાધે રાધે)એ જણાવ્યું કે, ભીમાસરની કથા મારા જીવનનો યાદગાર અવસર છે.

કચ્છના આંગણે જીજ્ઞેશ દાદાની પ્રથમ કથા યોજાઈ છે.ભીમાસર માં આયોજિત જીજ્ઞેશ દાદાની કથામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે.તો સામાજિક રાજકીય અગ્રણીઓ પણ હાજરી આપીને દાદા ના આશીર્વાદ મેળવી કથાનું મધુર રસપાન કરી રહ્યા છે રાજયમંત્રી વાસણ ભાઈ આહીર,અંજારના ત્રિકમદાસજી મહારાજ સહિતના સંતો પણ કથાનો લ્હાવો લઈ ચુક્યા છે આજે કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.