સખી મંડળ દ્વારા સોજીત્રાનગર રોડ ગુલાબનગરના પાણીના ટાંકા પાસે શ્રી સોમનાથ મંદીર રાજકોટ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમુહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગઇકાલે ભવ્યપોથી યાત્રાથી કથાનો મંગળ પ્રારંભ થયો હતો. તેમજ યુવા કથાકાર શાસ્ત્રી નીતીનભાઇ આચાર્ય પોતાની સુમધુર વાણીમાં કથાનું મહાત્મય સમજાવ્યું હતું. આ તકે બ્હોળી સંખ્યામાં ભાવિકોએ પ્રથમ દિવસની કથાનું રસપાન કર્યુ હતું. કથાના બીજા દિવસે આજે ભીષ્મસ્તુતિ પરિક્ષિત જન્મ અને શુકદેવજી આગમનનું મહાત્મય સમજાવશે.
શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સમુહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રામાં હજારો ભાવિકો જોડાયા
Previous Articleધારાસભ્ય ગોવિંદ પટેલને બેસ્ટ એમએલએ એવોર્ડ એનાયત
Next Article રાધે માની બાયો પિક બને તો કલ્કી પરફેક્ટ ચોઈસ!