૬મેના રોજ રજત જયંતિ મહોત્સવ ઉજવાશે.
સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ રવિવારના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં પૂજય રમેશભાઈ ઓઝાના શ્રી મુખેથી ભાગવત કથાનો અસ્ખલીત પ્રવાહ શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યો હતો.
સિદસર ખાતે યોજાનાર આ ભાગવત જ્ઞાનયજ્ઞના પ્રારંભે ઉમિયા માતાજી મંદિર સિદરથી ‘વૃંદાવન’ સુધી પોથીયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ભાવિકો, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો યોજમાનો ભકિતના તાલે મંત્રમુગ્ધ બન્યા હતા. ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ યુવા વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજીના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. તેઓએ ભાવિકોને પ્રસંગોચીત આર્શીવચનો પાઠવ્યા હતા. ઉમાધામ સિદસર ખાતે તા.૩૦/૪ થી તા.૭/૫ સુધી રોજ સવારે ૮:૦૦ થી ૧:૩૦ કલાક સુધી દર્દી નારાયણના સેવાર્થે ખ્યાતનામ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સિદસરમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ પ્રસંગે સમગ્ર સમાજની એકતાના પ્રતિક‚પે પાંચવડનું રોપણ રમેશભાઈ ઓઝા, મંદિર સંસ્થાનના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે મુખ્ય યજમાન પદે સ્વ.ઓ.આર.પટેલ તથા પરિવાર તથા સાતેય દિવસના અન્નપૂર્ણા મુખ્ય યજમાન પદે ડો.ડાયભાઈ તથા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સિદસર ખાતે યોજાનાર આ ભાગવત સપ્તાહ અંગે માહિતી આપતા મંદિરના મંત્રી જયેશભાઈ પટેલ તથા કૌશિકભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કથા દરમ્યાન ૬ મેના રોજ રજત જયંતી મહોત્સવ પંચાબ્દી ઉત્સવ ‚પે ‘મને એ સાદ કરે છે’… કાર્યક્રમ દ્વારા રજત જયંતી મહોત્સવની સ્મૃતિઓને યાદ કરવામાં આવશે. આ ઉપરાંત વેણુનાદ’નો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે યોજાશે.
ઉમિયા માતાજી મંદિર સિદસર આયોજીત દર્દીનારાયણની સેવાર્થે યોજાનાર આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ ‘માનવતાનો વેણુનાદ’ માં મુખ્ય યજમાન તરીકે સ્વ.રેવાબેન તથા સ્વ.ઓધવજીભાઈ ભાલોડીયા હસ્તે પ્રવિણભાઈ ભાલોડીયા તથા જયસુખભાઈ ભાલોડીયા-મોરબી પરિવાર લાભ લેશે. અન્નપુર્ણા મુખ્ય યજમાન તરીકે ડો.ડાયાભાઈ પટેલ હસ્તે નટુભાઈ તથા મૌલેશભાઈ બાનલેબ પરિવાર ઉપસ્થિત રહેશે. તો સહ યજમાન તરીકે જેરામભાઈ વાંસજાળીયા જેટ સિરામીક ગ્રુપ, સ્વ.કાનજીભાઈ કરમણભાઈ ભાલોડીયા હસ્તે રમણીકભાઈ તથા સ્વ જમનભાઈ, પરસોતમભાઈ ભાલોડીયા-રાજકોટ, સ્વ.બેચરભાઈ ધરસંડીયા હસ્તે ચંદુભાઈ ધરસંડીયા-વ્રજભુમી ગ્રુપ-જામનગર, જીવનભાઈ ગોરધનભાઈ શિલ્પન તથા શ્યામલ બિલ્ડર્સ પરિવાર-રાજકોટ, દિલીપભાઈ ધરસંડડીયા સ્પીડવેલ ગ્રુપ, રાજકોટ, વરમોરા ગ્રેનાઈટો ગ્રુપ હસ્તે પરસોતમભાઈ, વલ્લભભાઈ, રમણભાઈ વરમોરા-મોરબી તથા વલ્લભભાઈ વડાલીયા, મનસુખભાઈ પાણ પરિવાર-રાજકોટ ઉપસ્થિત રહેશે. સિદસર આયોજીત આ ભાગવત સપ્તાહમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉમિયા માતાજી મંદિર ખાતે આ સપ્તાહનો લાભ લેવાના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસરા, વલ્લભભાઈ ભલાણી, રમણીકભાઈ ભાલોડીયા, જેન્તીભાઈ કાલરીયા, અરવિંદભાઈ કણસાગરા, વલ્લભભાઈ વડાલીયા, પરસોતમભાઈ ફળદુ, એ સંસ્થાની એક યાદીમાં જણાવ્યું હતું.