માંગરોળ, ધોરાજી, વંથલીમાં ૪ ઈંચ, અમરેલી, જામજોધપુર, ધ્રાંગધ્રામાં ૩.૫ ઈંચ, લખતર, માળીયા હાટીનામાં ૩ ઈંચ,વઢવાણ, ભેંસાણ, જૂનાગઢ, મેંદરડા, ભાણવડમાં ૨.૫ ઈંચ, મોરબી, લાઠી, મહુવા, ટંકારા, બરવાળામાં ૨ ઈંચ વરસાદ: સવારથી જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ અડધો ઈંચ સુધી વરસાદ
કચ્છ પર સાયકલોનીક સરકયુલેશન સક્રિય છે સાથો સાથ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનતા રાજયમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં બુધવારે શ્રીકારવર્ષા થવા પામી હતી. હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૯૪.૫૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં સુત્રોનાં જણાવયા અનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૩ જિલ્લાનાં ૨૨૫ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાનાં વાપીમાં ૧૨ ઈંચ પડયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. કચ્છનાં ભચાઉમાં ૧ ઈંચ, ભુજ, માંડવી, મુંદ્રા, રાપરમાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે આજ સુધીમાં કચ્છમાં રાજયમાં સૌથી વધુ ૧૨૫.૮૬ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં બુધવારે સાર્વત્રિક વરસાદ પડયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલામાં ૧૬ મીમી, ચુડામાં ૫ મીમી, દસાડામાં ૮ મીમી, ધ્રાંગધ્રામાં ૮૦ મીમી, લખતરમાં ૭૪ મીમી, લીંબડીમાં ૧૭ મીમી, મુડીમાં ૧૫ મીમી, સાયલામાં ૨૭ મીમી, થાનગઢમાં ૨૭ મીમી, વઢવાણમાં ૬૫ મીમી, રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં ૯૮ મીમી, ગોંડલમાં ૧૨ મીમી, જેતપુરમાં ૩૧ મીમી, લોધીકામાં ૧૪ મીમી, રાજકોટ શહેરમાં ૧૩ મીમી, ઉપલેટામાં ૪૫ મીમી, વિંછીયામાં ૧૨ મીમી, મોરબી જિલ્લાનાં હળવદમાં ૧૩ મીમી, માળીયામિંયાણામાં ૨૨ મીમી, મોરબીમાં ૫૨ મીમી, ટંકારામાં ૪૩ મીમી, વાંકાનેરમાં ૫ મીમી, જામનગર જિલ્લાનાં ધ્રોલમાં ૯ મીમી, જામજોધપુરમાં ૮૨ મીમી, જોડિયામાં ૩૫ મીમી, કાલાવડમાં ૨૩ મીમી અને લાલપુરમાં ૯ મીમી જેટલો વરસાદ પડયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડમાં ૫૬ મીમી, કલ્યાણપુર અને ખંભાળીયામાં ૫ મીમી, પોરબંદર શહેરમાં ૧૬ મીમી, રાણાવાવમાં ૨૮ મીમી, જુનાગઢ જિલ્લાનાં ભેંસાણમાં ૬૫ મીમી, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૬૫ મીમી, કેશોદમાં ૨૯ મીમી, માળીયા હાટીનામાં ૭૪ મીમી, માણાવદરમાં ૩૨ મીમી, માંગરોળમાં ૧૦૪ મીમી, મેંદરડામાં ૬૦ મીમી, વંથલીમાં ૯૨ મીમી, વિસાવદરમાં ૩૬ મીમી, ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળમાં ૨૧ મીમી, તાલાલામાં ૧૫ મીમી, અમરેલી જિલ્લાનાં અમરેલી શહેરમાં ૮૩ મીમી, બાબરામાં ૩૬ મીમી, બગસરામાં ૧૪ મીમી, ધારીમાં ૫૮ મીમી, જાફરાબાદમાં ૬ મીમી, ખાંભામાં ૧૦ મીમી, લાઠીમાં ૫૦ મીમી, લીલીયામાં ૩૨ મીમી, રાજુલામાં ૩૨ મીમી, સાવરકુંડલામાં ૩૪ મીમી, વડીયામાં ૯ મીમી, ભાવનગર જિલ્લાનાં ગારીયાધારમાં ૩૬ મીમી, મહુવામાં ૩૮ મીમી, પાલિતાણામાં ૩૫ મીમી, ઉમરાડામાં ૩૧ મીમી, વલ્લભીપુરમાં ૩૮ મીમી, ભાવનગરમાં ૩૧ મીમી જયારે બોટાદ જિલ્લાનાં બરવાળામાં ૪૦ મીમી, બોટાદ શહેરમાં ૩૮ મીમી અને ગઢડામાં ૪ મીમી વરસાદ વરસ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો કુલ ૯૪.૫૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
આજે સવારથી સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ-દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દિવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી રવિવાર સુધી રાજયમાં વરસાદની સંભાવના છે.
આવતીકાલે છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વલસાડ, દમણ-દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ અને દિવ જયારે શનિવારે જામનગર, મોરબી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, કચ્છ, જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં જયારે રવિવારે ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.
ભાદર સહિતનાં ૨૧ જળાશયોમાં ૧૦॥ ફુટ સુધી પાણીની ધીંગી આવક મેઘમહેરથી રાજકોટ સિંચાઈ વર્તુળ એકમ હેઠળનાં ૩૧ ડેમો ઓવરફલો
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર ઉતારતા રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હસ્તકનાં ૩૧ જળાશયો ઓવરફલો થઈ ગયા છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાક ભાદર સહિતનાં ૨૧ જળાશયોમાં ૧૦॥ ફુટ સુધી પાણીની ધીંગી આવક થવા પામી છે. સિંચાઈ વર્તુળનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૫૨ ફુટ, ફોફડમાં ૦.૬૯ ફુટ, વેણુ-૨માં ૬.૮૯ ફુટ, સોડવદરમાં ૧.૬૪ ફુટ, ગોંડલીમાં ૦.૪૯ ફુટ, ફાડદંગ-બેટીમાં ૦.૮૨ ફુટ, ઈશ્ર્વરીયામાં ૦.૪૯ ફુટ, કરમાળમાં ૦.૩૩ ફુટ, ભાદર-૨માં ૦.૯૮ ફુટ, પન્નામાં ૧.૪૪ ફુટ, ફુલજરમાં ૧.૧૫ ફુટ, ઉમિયાસાગરમાં ૧૦.૫૦ ફુટ, વર્તુ-૧માં ૪.૪૩ ફુટ, સોનમતીમાં ૯.૮૪ ફુટ, વેરાડી-૧માં ૧.૮૦ ફુટ, કબરકામાં ૬.૫૬ ફુટ, મીણસામાં ૩.૨૮ ફુટ, વઢવાણ ભોગાવો-૧માં ૦.૨૬ ફુટ, વઢવાણ ભોગાવો-૨માં ૦.૫૫ ફુટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૧૬ ફુટ અને નિંભણીમાં ૦.૬૬ ફુટ પાણીની આવક થવા પામી છે. મેઘમહેરનાં કારણે રાજકોટ સિંચાઈ વર્તુળ એકમ હેઠળનાં ૮૦ પૈકી ૨૧ ડેમો આજે છલકાય ગયા છે. જેમાં આજી-૧, આજી-૨, આજી-૩, વાછપરી, વેરી, ન્યારી-૧, ન્યારી-૨, મોતીસર, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-૧, છાપરવાડી-૨, મચ્છુ-૧, મચ્છુ-૨, ડેમી-૧, ડેમી-૨, ઘોળાદ્રોય, મચ્છુ-૩, ડેમી-૩, ખોખડ-૨, ઉંડ-૩, રંગમતી, ઉંડ-૧, કંકાવટી, ઉંડ-૨, વઢવાણ ભોગાવો-૧, વઢવાણ ભોગાવો-૨, લીંબડી ભોગાવો-૧, વાસલ, મોરસલ અને ત્રિવેણી ઠાંગા સહિતનાં ૩૧ ડેમો ઓવરફલો થયા છે.