Table of Contents

દિવસો સુધી રાહ જોવડાવ્યા બાદ ગુજરાત પર મેઘરાજા સાંબેલાધાર વરસી રહ્યાં હોય તેમ વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસ્તા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 258 તાલુકામાં મેઘરાજા સાંબેલાધાર વરસ્યા છે ત્યારે રાજકોટમાં 4 ઈંચ સહિત ગિરનારમાં 10 ઈંચ, મોટી મારડમાં 9 ઈંચ અને જામજોધપુરના નરમાળા ગામે 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નદી-નાળા પણ છલકાઈ ગયા હતા.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક 1 થી 10 ઇંચ વરસાદ

Screenshot 2 58

સમગ્ર રાજ્યમાં સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની વકી વ્યકત કરી છે. ઉપરાંત કેટલાંક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા વ્યકત કરી છે. આગામી દિવસો દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા 2 દિવસથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, સોમનાથ અને જામનગર જિલ્લામાં અડધાથી લઈ 10 ઈંચ સુધી વરસાદ પડતા શહેરો અને ગામડાઓ તરબોળ બન્યા છે. રાજકોટના મોટી મારડમાં 9, જામજોધપુરના નરમાળામાં 10, કાલાવડમાં 6, માણાવદરના જિંજરી, ચુડવા, સરદારગઢ, સણોસરામાં 7 ઈંચ વરસાદથી નદી-નાળા છલકાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના 3 અને જૂનાગઢ જિલ્લાનો એક રસ્તો વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે ચાર મોટા ડેમ છલકાતા નિચાણવાળા ગામડાને ચેતવણી આપવામાં આવી હતી. ઉનામાં ભારે વરસાદથી નદીમાં પિતા તણાઈ જતાં બે પુત્રો તેના બચાવ માટે જતાં ત્રણેયના કરૂણ મોત નિપજયા હતા.

વાડી, ખેતરોમાં લહેરાશે મોલાત: મારડમાં અનરાધાર 9 ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લાને બે દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યાં છે ત્યારે રાજકોટ જિલ્લામાં બે દિવસ ભારે વરસાદથી ગોઠણડુબ પાણી ભરાયા હતા અને નિચાણવાળા વિસ્તારમાં તો ઘરોમાં પાણી ઘુસ્યા હતા. અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. રાજકોટ તાલુકાના રાજગઢમાં કાર પાણીમાં તણાઈ હતી જ્યારે શહેરના મનહરપર વિસ્તારમાં નાલુ તૂટતા રીક્ષા પાણીમાં ફસાઈ હતી. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ લોધીકામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ પડતા સમગ્ર પંથકમાં જળબંબાકાર થઈ ગયો હતો. સ્થાનિક નદી નાળામાં ઘોડાપુર આવ્યું હતું અને અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા.

સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ઓવરફલો: ર00થી વધુ વીજ થાંભલા ધરાશાયી થતા 40થી વધુ ગામોમાં અંધારપટ

આ ઉપરાંત ધોરાજી અને કોટડા સાંગાણી પંથકમાં 3 થી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈ શહેર આખુ પાણી-પાણી થઈ ગયું હતું. છેલ્લા કેટલાંય દિવસથી લોકો વરસાદની રાહ જોઈ બેઠા હતા. મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્ર પર મહેરબાન થયા હોય તેમ બે દિવસથી વરસાદ તૂટી પડ્યો છે.

Screenshot 1 80

રાજકોટના લોધીકામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
ધોરાજી 93 મીમી 357 મીમી
ગોંડલ 46 મીમી 347 મીમી
જામકંડોરણા 39 મીમી 129 મીમી
જસદણ 14 મીમી 174 મીમી
જેતપુર 12 મીમી 174 મીમી
કોટડા સાંગાણી 95 મીમી 269 મીમી
લોધીકા 198 મીમી 422 મીમી
પડધરી 22 મીમી 91 મીમી
રાજકોટ 108 મીમી 419 મીમી
ઉપલેટા 72 મીમી 177 મીમી
વિંછીંયા 22 મીમી 64 મીમી

ભાવનગરના પાલીતાણામાં 1.5 ઈંચ વરસાદ

 

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
ભાવનગર 10 મીમી 262 મીમી
ગારીયાધાર 9 મીમી 245 મીમી
ઘોઘા 10 મીમી 196 મીમી
જેસર 1 મીમી 122 મીમી
મહુવા 0 મીમી 221 મીમી
પાલીતાણા 31 મીમી 258 મીમી
શિહોર 6 મીમી 126 મીમી
તળાજા 2 મીમી 124 મીમી
ઉમરાળા 21 મીમી 213 મીમી
વલ્લભીપુર 23 મીમી 207 મીમી

 

બોટાદ જિલ્લામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
બોટાદ 146 મીમી 290 મીમી
બારવાલા 64 મીમી 311 મીમી
ગઢડા 123 મીમી 262 મીમી
રાણપુર 72 મીમી 171 મીમી

 

સૌરાષ્ટ્રના અમરેલીમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
અમરેલી 7 મીમી 267 મીમી
બાબરા 12 મીમી 315 મીમી
બગસરા 19 મીમી 139 મીમી
ધારી 20 મીમી 171 મીમી
જાફરાબાદ 8 મીમી 146 મીમી
ખાંભા 7 મીમી 208 મીમી
લાઠી 9 મીમી 189 મીમી
રાજુલા 9 મીમી 182 મીમી
સાવરકુંડલા 14 મીમી 296 મીમી
વડીયા 11 મીમી 143 મીમી

 

પોરબંદર : કુતિયાણામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
કુતિયાણા 128 મીમી 292 મીમી
પોરબંદર 28 મીમી 215 મીમી
રાણાવાવ 65 મીમી 192 મીમી

Screenshot 3 37જામનગરના કાલાવડમાં 7 ઈંચ વરસાદ

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
ધ્રોલ 35 મીમી 221 મીમી
જામજોધપુર 37 મીમી 254 મીમી
જામનગર 25 મીમી 135 મીમી
જોડીયા 34 મીમી 189 મીમી
કાલાવડ 147 મીમી 363 મીમી
લાલપુર 10 મીમી 91 મીમી

Screenshot 5 24ગિર સોમનાથ: સુત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
ગિર ગઢડા 20 મીમી 122 મીમી
કોડીનાર 67 મીમી 240 મીમી
સુત્રાપાડા 102 મીમી 362 મીમી
તાલાલા 54 મીમી 249 મીમી
ઉના 12 મીમી 115 મીમી
વેરાવળ 43 મીમી 457 મીમી

 

Screenshot 4 31સુરેન્દ્રનગરના ચોટીલામાં 3 ઈંચ વરસાદ

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
ચોટીલા 62 મીમી 184 મીમી
ચુડા 34 મીમી 239 મીમી
દસાડા 29 મીમી 92 મીમી
ધ્રાંગધ્રા 28 મીમી 89 મીમી
લખતર 3 મીમી 144 મીમી
લીંબડી 6 મીમી 104 મીમી
મુળી 0 મીમી 131 મીમી
સાયલા 11 મીમી 162 મીમી
થાનગઢ 29 મીમી 193 મીમી
વઢવાણ 3 મીમી 108 મીમી

 

મોરબીમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
હળવદ 3 મીમી 84 મીમી
માળિયા મિંયાણા 12 મીમી 120 મીમી
મોરબી 76 મીમી 193 મીમી
ટંકારા 71 મીમી 252 મીમી
વાકાનેર 46 મીમી 295 મીમી

જૂનાગઢ : માણાવદરમાંં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ

 

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
ભેંસાણ 41 મીમી 155 મીમી
જૂનાગઢ 113 મીમી 285 મીમી
કેશોદ 71 મીમી 289 મીમી
માળીયા 44 મીમી 307 મીમી
માણાવદર 134 મીમી 374 મીમી
માંગરોળ 46 મીમી 376 મીમી
મેંદરડા 63 મીમી 332 મીમી
વંથલી 117 મીમી 299 મીમી
વિસાવદર 73 મીમી 232 મીમી

દેવભુમિ દ્વારકામાં છુટોછવાયો વરસાદ

તાલુકો 24 કલાકનો વરસાદ સીઝનનો કુલ વરસાદ 
ભાણવડ 17મીમી 229 મીમી
દ્વારકા 4મીમી 154 મીમી
કલ્યાણપુર 5 મીમી 367 મીમી
ખંભાળીયા 0 335 મીમી

 

પરા પીપળીયાની નદીના પુરમાં ફસાયેલા દંપતિ સહિત ૧૦ને બચાવાયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.