મહાલક્ષ્મી મંદીર, કેવડા ખાતેથી ફોર્મ વિભાગ શઋ: સમાજના અંદાજે ૪૦૦૦ લોકો કેમ્પનો લાભ લેશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત સમસ્ત શ્રી ગૌડ બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના સર્વાગી વિકાસ માટે સમગ્ર સમાજને ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલ બિન અનામત આયોગના લાભ લાભ સરળતાથી મળી શકે એ માટે આયોગમાં સમાવેશ કરાવવા જાતિ પ્રમાણપત્ર સહેલાઇથી મળી રહે એ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પમાં શ્રી ગૌડ સમાજના તમામ સભ્યોને બિન અનામત નિગમ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે તેમજ લઘુ ઉઘોગ અથવા ગૃહ ઉઘોગ ક્ષેત્રે મળતા લાભો વિષે આયોગના અધિકારીઓ પણ વિસ્તૃત માહીતી પણ આપવામાં આવશે.
સમસ્ત શ્રીગૌડ સમાજ દ્વારા તા.૧૦ ફેબુઆરીથી સમાજના મહાલક્ષ્મી મંદીર ર, કેવડાવાડી રાજકોટ ખાતે અતિ આવશ્યક પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ ભરવાનું તેમજ વિતરણનું કારી શરુ કરવામાં આવ્યું છે જે તા. ર૦-ર ને શનિવારના સુધી રોજ રાત્રે ૯ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી તેમજ રવિવાર તા. ર૧ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી ચાલુ રહેશે. રાજકોટમાં વસતા તમામ શ્રીગૌડ બ્રાહ્મણ સમાજના સભ્યોને સમયસર પોતાનું ફોર્મ ભરી બીનઅનામત નિગમના લાભ લાભ મેળવવા માટેનું અતિ આવશ્યક જાતિ પ્રમાણપત્રો મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
શ્રીગૌડ સમાજની ચારેય પાંખના પ્રમુખ યશવંતભાઇ શુકલા, રાજુભાઇ ભટ્ટ, પંકજભાઇ ત્રિવેદી અને શીરીશભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમસ્ત શ્રી ગૌડ સમાજના મહામંત્રી દિપકભાઇ ભટ્ટ, સહમંત્રી ભાવેશભાઇ જોષી, દિપેનભાઇ જોષી, મૌલિકભાઇ ભટ્ટ, અજયભાઇ જોષીની આગેવાનીમાં આયોજીત આ મેગા કેમ્પને સફળ બનાવવા ભરતભાઇ પંડયા, જેતીભાઇ ત્રિવેદી, વિમલ પંડયા, હિમાંશુ ભટ્ટ, અજય ભટ્ટ, કપિલ ભટ્ટ, જયકાંતભાઇ જોષી, રવિ ભટ્ટ, પિયુષ ભટ્ટ, હિમાંશુ ત્રિવેદી, નિશાંત ત્રિવેદી, અશિતભાઇ જાની જયેશ જાની, રાકેશ જાની, નિલેશ પંડયા, અંજન ભટ્ટ જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પનો લગભગ ૪૦૦૦ લોકો લાભ લેશે. કેમ્પની સફળતા માટે દીપકભાઇ ભટ્ટ, ભાવેશભાઇ જોષી, અજયભાઇ જોષી, દીપેનભાઇ જોષીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.