નવાન્દિક મહોત્સવની ઉજવણી: દરરોજ જૂદા-જૂદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
સૌરાષ્ટ્રની પાટનગર સમા રંગીલા રાજકોટમાં વર્ધમાનનગર જૈન દેરાસરની સ્થાપ્ના વિ.સં. 2035 નાં મહા સુદ 6 નાં રોજ મૂળ નાયક સંભવનાથ દાદાનાં સાનિધ્યમાં, રાજકોટનાં હાર્દસમા પેલેસ રોડ પર કરવામાં આવી. આ ધર્મ ધરા પર આજ થી બરાબર 4ર વર્ષ પહેલાં વિ.સ. 2036માં, નયદર્શન વિજયજી મ.સા.ની દીક્ષા થયેલ. તેઓ આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મ.સા. ના શિષ્ય બનેલ.
વર્ધમાનનગરની આ ધન્ય ધરા પર ફરીથી એક વાર ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. 42 વર્ષ ના લાંબા સમય બાદ ફરીથી 18 વર્ષનો એક નવ યુવાન નિસર્ગ હિતેનભાઈ શાહ તા 7-5 શનિવારનાં રોજ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યો છે.
આજે સવારે 6 કલાકે કરવા શ્વેત રંગ – કેશરભીનો ઉમંગ વસ્ત્ર રંગવાનો કાર્યક્રમ ખૂબ જ ઉલ્લાસપૂર્વક સંપન્ન કરવામાં. આવ્યો ત્યાર બાદ પ્રસંગોચીત વચન આચાર્યદેવ શ્રી મદ વિજય હર્ષશીલ સૂરી. મ.સા. દ્વારા આપવામાં આવ્યું. સવારે 09.15 કલાકે વર્ધમાનનગર જૈન ઉપાશ્રય ખાતે લીલાવંતીબેન ભોગીલાલ પ્રેમચંદ શાહના જીવનમાં અનેક સુકૃત્યોની અનુમોદનાર્થે હ. આશાબેન મુકેશભાઈ શાહ ‘તુ વિતરાગી – હું તારો રાગી . નૂતન વિતરાગ સ્તવ પૂજા ભણાવવામાં આવી જેમાં આ પ્રસંગે ખાસ અમદાવાદ થી પધારેલ સંગીતકાર સની શાહ દ્વારા સંગીત આપવામાં આવ્યું. ‘ઝગમગ એના રૂપને જોઈ, આઅ દુનિયા શરમાતીજી પરમાત્માની ભાવ્યાતીભવ્ય અંગરચના સહ સંગીતના સથવારે મહાપૂજા (સંગીત પરમહિત ભક્તિ મંડળ) ભણાવવામાં આવી હતી.
તમામ ધાર્મિક કાર્યો નૈસર્ગીક નિવેદપથ નિર્વાહક, શાસન પ્રભાવક આચાર્ય દેવેશ શ્રીમદ વિજય હર્ષશીલ સૂરીશ્વરજી મહારાજા, પૂ. ગણીવર્ય હેમતિલક વિજયજી મ.સા. તથા પર્યાય સ્થવર પૂજય કુમુદચંદ્ર વિજયજી મ.સા. તથા પૂ. તપાગચ્છાધિપતિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાય વર્તી વાત્સલ્ય નિધી સાધ્વીજીશ્રી નિર્મમાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદૂષી સા. ઈન્દુરેખાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. નિરાગરેખાશ્રીજી મ.સા., દિવ્યગીરાશ્રીજી મ.સા. મોક્ષનંદિતાશ્રક્ષજી મ.સા. આદી ગુરૂભગવંતોની નિશ્રામાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યા છે.