દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વહીવટ સંભાળવા ઉભી થઈ હુંસાતુસી: પોલીસ અને માથાભારે શખ્સોના બળે મંદિરનો કબ્જો સંભાળી કોઠારી નિમી દીધા
શહેરના બાબરીયા કોલોનીમાં આવેલા “શ્રી સ્વામિનારાયણ મુખ્ય નૂતન મંદિર” કબજાના મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ વકર્યો અને આજે બપોરના સુમારે શ્રી રાધારમણ દેવ મંદિર ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા પોલીસ મંદિર ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા પોલીસની હાજરીથી બળજબરીથી કબજો સંભાળતા ગાદીપતિ અજેન્દ્ર પ્રસાદના અનુયાયી અને સત્સંગીઓમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરના બાબરીયા કોલોનીમાં ભુપગઢવાળા નથુભાઈ સિંધવ નામના સત્સંગી દ્વારા શ્રી સ્વામીનારાયણ મંદિર માટે જમીન આપી તેમાં સત્સંગીના સરહયોગથી શ્રી સ્વામિનારાયણ મંદિરની નિર્માણ કરવામાં આવ્યું હતું.
નવનિર્મિત મંદિરમાં સેવા પૂજા માટે ભાવિકોમાં ઉત્કંઠા જાગી છે તો બીજી તરફ મંદિરના વહીવટી માટે આચાર્ય અને દેવ પક્ષ વચ્ચે હુંસાતુસી ઉભી થતાં મંદિર પર કબ્જા જેવી ઘટનાઓને લઈ ધર્મ જગતમાં ભારે ચકચાર જાગી છે.આચાર્ય પક્ષના ગાદીપતિ અજેન્દ્ર પ્રસાદ નામનો મંદિરનો દસ્તાવેજ તેમજ હાઈકોર્ટમાં સ્ટે હોવા છતાં દેવપક્ષના રાકેશ પ્રસાદ દ્વારા પોતાના મળતીયા દ્વારા બળજબરી મંદિરનો કબજો સંભાળી લીધો છે. મંદિરનો કબજો સંભાળતી વેળાએ પોલીસ અને માથાભારે શખ્સોની મદદથી બળજબરીથી ઘુસી કાચ અને સીસીટીવીના વાયર તોડી પાડી અને કબજો લીધાનો ગાદીપતિ અજેન્દ્ર પ્રસાદના અનુયાયી દ્વારા જણાવવામાં આવ્યું છે. હજુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પૂર્વે જ વિવાદ વકરતા સત્સંગીમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મંદિરે રોજ 5 થી 7 હજાર જેટલા શ્રધ્ધાળુઓ દર્શને આવે છે. ત્યારે એકાએક રાકેશ પ્રસાદ તાબાના જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર રાધા રમણદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા બળજબરીથી કબજો લીધો છે.જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર (શ્રી રાધારમણદેવ મંદિર ટ્રસ્ટ-જુનાગઢ) તાબાનું રાજકોટના બાબરીયા કોલોનીમાં આવેલી શ્રી સ્વામીનારાયણ મુખ્ય નૃતન મંદિર છે. જે લાંબા સમયથી તૈયાર હોય આ મંદિરમાં આવતા હરિભકતોને સત્સંગ કથા વાર્તાના કાર્યો વધુ પ્રમાણમાં લાભ મળી રહે તેવા હેતુથી સત્સંગ સમાજની લાગણી અને માંગણી અનુસાર જુનાગઢ રાધારમણદેવ મંદિર ટ્રસ્ટના ચેરમેન કોઠારી સ્વામી દેવનંદનદાસજી, સ્વામી બાલકુમુંદ દાસજી એવમ મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરુપદાસજી દ્વારા સાર્વનુમતે બાબરીયા કોલોજી સ્થિત તરીકે કોઠારી સ્વામી તરીકે દર્શનપ્રિયદાસજીની નિમણુંક કરવામાં આવી છે.