સોમનાથ આવતા યાત્રીકોને સ્વચ્છનગરમાં અને દૈવિનગરીમાં આવ્યાની અનુભુતી વ્યક્ત કરવા હેતુ, વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલીકા અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહાસફાઇ અભિયાનનો પ્રારંભ આજરોજ કરવામાં આવ્યો… સોમનાથ મંદિરથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, વેરાવળ સુધીના માર્ગોપર કચરો, પથ્થરો,કસ્તર અને વર્ષોથી પડેલા કચરાના ગંજને કરવામાં આવશે દુર તેવા શુભકાર્યનો પ્રારંભ સોમનાથ મંદિરથી કરવામાં આવેલ હતો.
પ્રારંભે પાલીકા પ્રમુખ જગદિશભાઇ ફોફંડી, જયદેવભાઇ જાની ઉપપ્રમુખ, સાથે જ નગરપાલીકાના અધિકારીશ્રી હીરપરા તથા સફાઇકર્મચારીઓ, શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર, અધિકારીઓ કર્મચારી, બીવીજી ટીમ સહિત સૌ જોડાયા હતા. સોમનાથ-વેરાવળના સ્થાનીકોએ પણ આ કાર્યક્રમમાં જોડાઇ શહેરને સ્વચ્છ કરવા કચરો એકત્રીત કરવા વાહન પસાર થાય ત્યારે આપણે આપણા ઘરનો કચરો આપી આ સફાઇ યજ્ઞમાં આપણુ યોગદાન આપવા અપીલ કરવામાં આવે છે.
આ મહાસફાઇ અભિયાનના અન્ય તબક્કાઓમાં શહેરીવિસ્તારોને સ્વચ્છ કરવામાં આવશે. સફાઇ અભિયાનમાં જોડાવા સામાજીક સંસ્થાઓ,કોલેજોના વિધાર્થીઓ, યુવાનો, સ્થાનીક લોકોને જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી આહ્વાન કરવામાં આવે છે. જયેશ પરમાર સોમનાથ પાટણ