છોટીકાશીમાં આવ્યાનો અહેસાસ કરાવતું વિશાળ પટાંગણમાં આવેલ મંદિરમાં અનેક દેવ દેવીઓ, સંતો, ભક્તો ઉપરાંત નવગૃહના દર્શન કરવાથી ભકતો ધન્યતા અનુભવે છે
પૂનમે સમત્યનારાયણ ભગવાનની કથા, શિવરાત્રીએ પાટોત્સવ સહિત તમામ તહેવારોની ઉજવણીમાં ભક્તોનો મેળો ભરાય છે
જૂના રાજકોટની ભાગોળે અને નવા રાજકોટની મધ્યમાં કહી શકાય તેવા રૈયા રોડની ડાબી તરફ ભકતોની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે. શ્રી ગોપી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા અહિ અનેક વિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.
ટ્રસ્ટી જગદિશભાઇ તંત્રી દ્વારા જણાવ્યા અનુસાર સોમનાથ મહાદેવનું આ મંદિર ૨૪ વર્ષ પહેલા એટલે કે ૧૯૯૬માં નિર્માણ પામ્યું છે. અને આ મંદિરમાં ત્યારે જ સ્થાપના કરવામાં આવી છે. વિશાળ પટાંગણમાં આવેલ ભગવાન ભોળાનાથના આ મંદિરમાં બે મુખ્ય પ્રવેશ દ્વારા આવેલા છે. જેમાં મુખ્ય પ્રવેશ દ્વારામાં પ્રવેશતા જ સામે ભગવાન સોમનાથ દાદાના દર્શન થાય છે.
અને દર્શન કરતાની સાથે જ કહેવાનું મન થાય છે શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત મંદિરમાં પ્રવેશતા જ નિરવ શાંતિ વચ્ચે ભગવાન