નીતિન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા, કમલેશ મિરાણી સહિતના રાજકીય મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ આપશે હાજરી
શહેરના હાર્દસમા ૧૫૦ ફૂટ રીંગરોડ નજીક ‘શ્રી સિધ્ધિ વિનાયક એક્ષ્પોર્ટસ’નું મુખ્યમંત્રીની હાજરીમાં રવિવારે ભવ્ય ઉદઘાટન થનાર છે. આ અવસરે તમામ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી ‘શ્રી સિધ્ધિવિનાયક એક્ષ્પોર્ટસ’ને હાર્દિક શુભકામના પાઠવશે.
રાજકોટના ૬૧૨, ધ શેફાયર, અયોધ્યાનગર ચોક નજીક, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે આગામી તા. ૯/૧૨/૨૦૧૮ને રવિવારના મંગલદિને સવારે ૯.૩૦ કલાકે ‘શ્રી સિધ્ધિવિનાયક એક્ષ્પોર્ટ્સ’નું ભવ્ય ઉદઘાટન થનાર છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા અન્ય મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંગલ શુભારંભ થશે. ‘શ્રી સિધ્ધિ વિનાયક એક્ષ્પોર્ટસ’ના ઓનર દિનેશ ચેતા એન્ડ એસોસિએટ્સ (શ્રી હરિ ડેવલોપર્સ), સમીર રાડિયા, ધૈર્ય રાડિયા અને જૈમિન ચેતાએ સર્વે આમંત્રિત મહેમાનોને પધારવા હાર્દિક અનુરોધ કર્યો છે.
શુભ અવસરે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણી, સુરેન્દ્રનગર પ્રભારી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડેપ્યુટી મેયર અશ્વીન મોલીયા, કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળા, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, નલીન ઝવેરી, મનિષાબેન રાડિયા શ્રીત્યાગ વલ્લભ સ્વામી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કરણભાઈ શાહ, કિરીટભાઈ ગણાત્રા સહિતના મહાનુભાવો અને સમાજ શ્રેષ્ઠીઓ હાજરી આપી પ્રસંગની શોભા વધારશે.