પંચજન્ય સાહિત્ય વર્તુળ-રાજકોટનાં ઉપક્રમે
ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સર્જક ભાસ્કર ભટ્ટના પાંચમા કાવ્યસંગ્રહ શ્રી પંચાજરીનું લોકાર્પણ તાજેતરમાં તેમના નિવાસસ્થાને ખુબ જ સાદગી અને ગરિમાસભર રીતે યુવા અને પ્રતિષ્ઠિત કવિઓની અને પરિવારજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. વિમોચન પૂર્વે દરેક કવિએ પોતાની એકેક રચના રજુ કરીને હેમંતની રાતને વધુ શીતળતા બક્ષી હતી.
મુશાયરાના દોરમાં નરેશ સોલંકી, રાકેશ હાંસલિયા, અમિત વ્યાસ, પારસ હેમાણી, દિપક ત્રિવેદી, દિનેશ કાનાણી, હર્ષિદા ત્રિવેદી, લક્ષ્મી ડોબરીયા, પ્રદિપ રાવલ, નટવર આહલપરા, શૈલેષ ટેવાણીએ કાવ્ય-પાઠ કર્યા હતા અને જગદીશ દેવરીયાએ તેમજ ગાયક ઉદય ભાસ્કર ભટ્ટે તરન્નુમમાં રચનાઓ ગાઈ હતી. કવિ દિલીપ જોશી પણ આ દોરમાં સામેલ હતા. આકાશવાણી રાજકોટના પૂર્વ ઉદઘોષિકા અને જાણીતા નાટય અભિનેત્રી રેણુયાજ્ઞિક લક્ષ્મી ડોબરીયા, હર્ષિદા ત્રિવેદી, પન્ના ઉદય ભટ્ટ તથા નીતાબહેન કેસરિયાનાં હસ્તે કવિ ભાસ્કર ભટ્ટનાં શ્રી પંચાજરી કાવ્ય સંગ્રહનું ગરિમાસભર રીતે અને સાદાઈથી લોકાર્પણ કરાયું હતું.
રેણુ યાજ્ઞિક, પ્રદિપ રાવલ, નટવર આહલપરાએ કવિ ભાસ્કર ભટ્ટનું શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું. યજમાન કવિ ભાસ્કર ભટ્ટે પોતાની ગીત રચના રજુ કરી સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ દીપક ત્રિવેદીએ લાગણીસભર રીતે કર્યું હતું અને નરેન્દ્રભાઈ ઝેબાએ ભાસ્કર ભટ્ટને પુસ્તકનાં લોકાર્પણ અંગે શુભેચ્છા પાઠવી હતી.