સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની મહેનત રંગ લાગી

એક્ષ્પર્ટ કોચ તરૂણ રોય અને મોહસીન મલિક પાસેથી તાલીમ મેળવી છે

ફુટબોલની રમતમાં ગર્લ્સ યુ-૧૭ કક્ષામાં રાજકોટના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને રાજકોટ એજી. એસોસીયેશનના ભૂતપુર્વ પ્રમુખ સ્વ.વજુભાઇ માવાણીની પૌત્રી તન્વી વિજયભાઇ માવાણી, ઉ.વર્ષ  ૧૫ની સમગ્ર ભારતની પ્રથમ હરોળની ગણાતી ખ્યાતનામ  (ઓલ ઇન્ડીયા ફુટબોલ ફેડરેશન) નેશનલ ટીમ કેમ્પમાં ગોલકીપર તરીકે પસંદગી મેળવેલ છે. ફેડરેશનના રાષ્ટ્રીય સ્તરના કેમ્પમાં છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત રાજ્ય તરફથી આ બીજુ પ્રતિનિધીત્વ છે અને ગોલ કીપર તરીકે પ્રથમ છે. આ બાબત સમગ્ર ગુજરાત રાજ્ય,  અને રાજકોટ શહેર માટે ખરેખર ગૌરવની વાત છે. આ કેમ્પમાં સમગ્ર ભારતમાંથી ચાલુ વર્ષ માટે માત્ર ૩૬ ખેલાડીઓની પસંદગી કરવામાં આવેલ છે. જેમાંથી રાજકોટની તન્વી માવાણી એક છે.

રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની વિદ્યાર્થીની તન્વીને તેના પ્રાથમિક અભ્યાસ દરમિયાન રાજકોટ વાસીસીના રોહિત બુદેલા અને આશિષ ગુરૂંગ પાસેથી ડીફેન્સ પ્લેયર તરીકેની પાયાની તાલીમ મેળવેલ હતી. ત્યાર પછી છેલ્લા એક વર્ષથી તેણે હિંમતનગર ખાતેની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની ગર્લ્સ અન્ડર-૧૪ માં પ્રવેશ મેળવી અને ભારતના પૂર્વ ફુટબોલ ટીમના કેપ્ટન અને વિમેન્સ સીનીયર નેશનલ ટીમના હેડ કોચ તરૂણ રોય અને પૂર્વ ગોલકીપર  મોહસીન મલીક જેવા અનુભવી એક્સપર્ટ કોચીસના માર્ગદર્શન હેઠળ ગોલકીપર તરીકેની તાલીમ મેળવેલ છે.

રાજકોટ ખાતે ડીફેન્ડર તરીકે રમી અને જયારે એસએજીમાં પ્રવેશ મેળવ્યો ત્યારે એક્સપર્ટ કોચ તરૂન રોય અને મોહસીન મલીકે તેની ઉંચાઇ (૫ ફુટ ૧૧ ઇંચ) ને ધ્યાને લઇને અને તેને ગોલકીપર ખેલાડી તરીકે ભરતી કરી. ત્યારબાદ તેણે છેલ્લા ૧ વર્ષ દરમિયાન ખેલ મહાકુંભ-ગુજરાત રાજ્ય, સુબ્રોતો કપ-ગુજરાત રાજ્ય  રીલાયન્સ યુથ ફાઉન્ડેશન સ્પોર્ટસ નેશનલ ચેમ્પીયનશીપ અને હાલમાં જ પૂર્ણ થયેલ.

તન્વી માવાણીએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલીત હિંમતનગર ખાતેની કુટબોલ એકેડમીની ગર્લ્સ હોસ્ટેલમાં જ રહીને આ તાલીમ મેળવેલ છે. રોજની સરેરાસ ૬ થી ૭ કલાકની આકરી પ્રેક્ટીસ અને તાલીમ દરમિયાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલીત આ એકેડમીમાં ત્યાંની હોસ્ટેલમાં રહેવાની સુવિધા, રમતના અદ્યતન સાધનો અને તેની કીટ, હેલ્દી ખોરાક, સ્કૂલ ફી, યુનિફોર્મ, બુક્સ, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન, ટ્યુશન, મેડીકલ ઇસ્યોરન્સ વગેરે પાયાની તમામ મહત્વની બાબતોનું ધ્યાન રાખી અને તેને આર્થિક સહાય પુરી પાડી રહેલ છે. પરિવાર, એસએજી, એક્સપર્ટ કોચીસ અને રાજ્ય સરકારના પ્રોત્સાહન હેઠળ તેની સ્પોર્ટ્સ કરીયરમાં ખૂબ નામના મેળવે અને દેશનું ગૌરવ વધારે તેવી સૌની શુભેચ્છા અને વિશ્વાસ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.