તાના-રીરી મહોત્સવના ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલા વાંસળી- વાદકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વાંસળી એટલે માત્ર વાજિંત્ર જ નહીં પરંતુ વાંસળીને સુર વડે આપેલ વાયરાનો ધબકારા અને એ ધબકારનો નિમિત કોણ છે? પૂર્ણ પુરૂષોતમ પરમેશ્વર શ્રી કૃષ્ણ માણસ પોતાની ઓળખ ઉભી કરવા માટે જાત ભાતના વસ્ત્રો, શ્રૃંગાર અને વિવિધ વસ્તુઓનો સહારો લે છે, પરંતુ કૃષ્ણ સાથે જોડાઇને ઘણી વસ્તુઓને અલગ ઓળખ મળી છે. શ્રી કૃષ્ણનું વાંજીત્ર વાંસળી પાંચ્ હજાર વર્ષ પછી પણ આજેય ગુંજી રહી છે.
હાલમાં તા. ૬-૭ નવેમ્બર ૨૦૧૯ ના રોજ ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના રીરી ની સ્મૃતિમાં ગુજરાત સરકારશ્રી તથા ગુજરાત સંગીત નાટય અદાદમી દ્વારા આયોજીત ભવ્યાતિ ભવ્ય સંગીત સમારોહ ગુજરાતના વડનગર ખાતે યોજાયો. તેમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૦૮ વાંસળી વાદકોએ એક જ મંચ ઉપર પુ. ગાંધીજીનું પ્રિય ભજન કે જે શ્રી નરસિંહ મહેતા રચીત કે જે રાગ ખમાજ પર આધારીત વૈષ્ણવ જન તો તેને રે કહીયે જે સમુહમાં વાંસળી ઉપર વગાડયું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીત વગાડી અત્યંત શિસ્ત બઘ્ધતા અને ભવ્ય આયોજનનો સુમેળ રચાયો હતો. તેની જોડે રચાયો વિશ્વ રેકોર્ડ
આ મહોત્સવમાં અમદાવાદથી આશરે ૧પ, વડોદરાથી ૧૮, સુરતથી ૧૦, ભાવનગરથી પ, અમરેલીથી પ, જામનગરથી પ, જુનાગઢથી ૩, સુરેન્દ્રનગરથી ૩ તથા રાજકોટથી રપ કરતા વધુ તેમ કુલ ૧૦૮ વાસંળી વાદકોએ ભાગ લીધો હતો.
આટલી મોટી સંખ્યામાં વાંસળી વાદકોને એકત્રીસ કરવામાં અને ટાઇમ ટુ ટાઇમ ઇન્ફોર્મેશન આપવામાં તથા રીહર્સલ કરાવવામાં હેન્ડ તરીકે ગુજરાતના સુપ્રસિઘ્ધ વાંસળી વાદક સંજીવભાઇ ધારૈયાએ અથાગ પરિશ્રમ કરી સંકલન કરવામાં ખુબ જ મહતવનો ફાળો આપ્યો હતો. શ્રીસંજીવભાઇ હાલ અમરેલી વસે છે. અને તેમના નેતૃત્વ હેઠળ બધા વાંસળી વાદકો એ બંસરીવાદન રજુ કરેલ છે.
આ સમારોહમાં સંજીવભાઇના માર્ગદર્શન હેઠળ રાજકોટથી ભુષણભાઇ પાઠક તથા જીજ્ઞેશભાઇ લાઠીગરાએ રાજકોટની ટીમને તૈયારી કરાવી. રાજકોટથી રપ ઉપરાંત વાંસળી વાદકોએ આપ્યો હતો. અને વર્લ્ડ રેકોર્ડ રચવાના ભગીરથ કાર્યમાં સાથ આપવા આ મંચ ઉપર વાંસળી વાદન કર્યુ હતું.
આ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના વરદ હસ્તે અશ્ર્વિનીબેન ભીડે દેશપાંડે તથા રાજકોટમાં શાસ્ત્રીય ગાન અને સંગીત કલામાં જેમનું ખુબ જ પ્રેરણાદાયી યોગદાન છે. એવા પિયુબે સરખેલને તાના રીરી એવોર્ડ વર્ષ ૨૦૧૯નો આપવામાં આવેલ તથા વિજયભાઇ રુપાણીના વરદ હસ્તે વિશ્વ રેકોર્ડના નેતૃત્વ માટે સંજીવભાઇ ધારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું.