તહેવાર એટલે જીવન માટેની એક એવી કડી જેનાથી જીવન ફરી એકવાર જીવંત બની જાય.પણ આ વખતે કદાચ આ કડી કોરોનાની મહામારી વચ્ચે થોડી નબળી પડી ગઇ હોય એવું લાગે છે. કોરોનાએ જીવનને અનેક દ્વષ્ટાંત સાથે જીવનને ઘરમાં રહી જીવતા શીખવાડી દીધું છે.તેના કારણે હવે આ વર્ષે કદાચ તમામ તહેવારો ધરેજ ઉમંગ ઉત્સાહ અને પરિવારજનો સાથે ઉજવવા પડશે.ત્યારે હવે મનમાં કયારેક એવો પ્રશ્ન થાય કે ઈશ્વરે આ કેવી લીલા દર્શાવી છે? કે તેના જ તહેવારો હવે ઘરેમાં જ ઉજવવા પડશે.એવા જ એક લીલા અને વૈવિઘ્યતાના ઈશ્વર જે દરેક ધરે અલગ સ્વરૂપે પૂજાય છે એવા ઈશ્વર એટલે કે શ્રીકૃષ્ણ.જેની લીલા જેના સ્વરૂપ અને જેની ભકિત શબ્દે-શબ્દે ભકત સાથે જુદી થાય પણ તેમની ભકિતનો માર્ગ સીધો તેમના દર્શન મનમાં જ થઇ જાય એવા ભગવાન શ્રીકૃષ્ણ.અને આવા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી.પણ આ જન્માષ્ટમી થોડી અલગ હશે કારણ શ્રીકૃષ્ણના ભકત તેમના દર્શન કરવા બહાર જઇ શકશે નહીં તેનું કારણ કોરોનાની ચાલી રહેલી આ મહામારી .ત્યારે તેમના ભકતોના મનમાં એક સવાલ એવો થશે કે તારા જન્મોત્સવની ઉજવણી હું કંઇ રીતે ઘરે રહી કરી શકું? મારે તો તમારા દ્વારે આવવું જ છે.પણ કંઇ રીતે તે એક આ ભકતનો તમારા માટે સવાલ છે?આપ મને આ સવાલનો જવાબ આપશો ભગવાન શ્રીકૃષ્ણ તમારી પાસે એવી આશા રાખુ છું તમારો ભોગ તમારો પ્રસાદ બધાની હું અત્યારથી જ હું તૈયારી કરી લવ છું જેનાથી હું તમને જલ્દી મળવા આવી શકીશ કદાચ અને કદાચ તમે મને ના પાડશો તો પણ હું એમાં તમારી ભકિતનું સ્મરણ કરી તમારૂ નામ લઇ આપના આ જન્મોત્સવની ઉજવણી હું ભકિત અને નીષ્ઠા સાથે ઘર આંગણે જ કરીશ કારણ આપની એક છબી મારા સવાલોના તમામ જવાબ કોઇ શંકા વગર આપી જાય છે. ભકતના આ સંવાદ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ જાણે સાક્ષત તેના ભકતનો જવાબ આપતા તેને એટલું કહે છે,કે તારા મનમાં ફકત સવાલો સિવાય કશું છે ખરી?આ મહામારી વચ્ચે મને ખબર છે કે તારે મારા દ્વારે આવવું છે પરંતુ તું આવી શક એમ નથી ત્યારે તું માત્ર તારા અંતરના દ્વારને ખોલી નાખ અને ધૈર્ય,વિશ્ર્વાસ,અને ભકિત સાથે મારી સેવા કર. હું તારા જ આંગણે બીરજમાન છું પણ તું શું કામ મારા આંગણે આવવાની ઇચ્છા કરે છે?તેના કરતા તું તારા જ આંગણે મારી સેવા પૂજા અને ભકિત તારા અંતરના દ્વાર ખુલ્લા રાખી મારું સ્મરણ કર સાથે મનમાં ચાલી રહેલી આ સવાલોની મહામારી વચ્ચે તું ફકત સૌ પ્રથમ ધૈર્ય રાખ જીવનમાં દરેક વસ્તુને પામવા માટે મનમાં ધૈર્ય હોવું તે ખૂબ જરૂરી છે.અત્યારે તારે ધૈર્ય સાથે જીવન જીવતા શીખવું તે ખુબ જરૂરી છે. કારણ બધું જ જો ક્ષણમાં હું તને આપી દવ તો તું ધૈર્ય ને સમજી નહીં શક અને તને દરેક વસ્તુની કિંમત નહીં થઇ શકે.તો અત્યારે ફકત ધૈર્ય રાખ અને મારું સ્મરણ કરતો રહે એજ અત્યારે તારા માટે હિતાવહ છે.બીજી વાત મારે તને એ સમજાવી છે કે તું તારા મારા પરના આ વિશ્વાસને ડગમગવા દઇશ નહિં કારણ તારા આજ વિશ્ર્વાસે ભકત અને ભગવાન સાથેનો સંબંધ જોડીયો છે. વિશ્વાસ એ અધરી પરિસ્થિતીમાં રાખવો તે ખૂબ જરૂરી છે.આ વિશ્ર્વાસ જ તારી જીંદગીમાં તને અનેક મુશકેલીઓનો સામનો કરતા શીખવી દેશે.
વિશ્ર્વાસ એજ મનુષ્યને પોતાના લક્ષ્ય તેમજ ઇશ્ર્વર સાથે જોડાય તેની જીંદગીને રંગી શકે છે.મારા પરની ભકિત અને તારી અતૂટ આસ્થા તેમજ તારો પ્રેમ મારા માટે ભકિત જ છે.મારી સાથે માત્ર તારા અંતર અને મનના દ્રારા ખુલ્લા રાખી મારી સેવા પૂજા તું કર એજ તો મારી ભકિત છે. આ વખતે કદાચ તું મારા દ્વારે ન પણ આવી શક તો પણ તું ચિંતા કરતો નહીં મારી ભકિત તું તારા ઘર આંગણે કરીશ તો પણ મને એજ ભકિતની અનુભૂતિ થવાની છે.તું જો માત્ર મારા દ્વારે આવતો જ તારી ભકિત મારા સુધી પહોંચે એવું કયારેય હોતું નથી પરંતુ તું માત્ર દિલથી ધૈર્યથી અને વિશ્ર્વાસથી મારી ભકિત કરીશ તો પણ તારી ભકિત મને પહોંચી જશે કારણ હું તો કૃષ્ણ છું તારા સર્વસ્વમાં હું બિરાજમાન છું અને તારી લાગણી સાથે હું સદાય જોડાયેલો રહીશ કારણ તારા અંતરમાંજ હું વસું છું.તું ફકત મારા પર ધૈર્ય વિશ્ર્વાસ અને લાગણી સાથે મારી ભકિત કરતો રહે એ જ મારી સાચી ભકિત છે મારો ભકત આ સંવાદ સાથે જાણે ઘરે રહી ઇશ્ર્વર પોતે આંગણે આવી પોતાના ભકતને જવાબ આપી ગયા હોય અને જીંદગીને ભકિત સાથે તેમની લીલાઓ દર્શાવી ગયા હોય એજ તો ઇશ્ર્વર છે.મન અને અંતરમાં જીંદગીને ફરી જે જીવંત કરી તેની ઉજવણી કરતા શીખવે એજ ભકિત સાથે ધૈર્ય અને વિશ્ર્વાસની સમજૂતિ ભકતને કરાવી જાય એ તો એટલે ભગવાન અને અનેક લીલાઓના ઇશ્ર્વર શ્રીકૃષ્ણ છે.આ જન્માષ્ટમી કદાચ ઇશ્ર્વર આંગણે આવી મન અને અંતરના દ્વાર તેમના દ્વારે પહોંચીયા વગર ઉજવણી કરાવી જશે અને ધૈર્ય વિશ્ર્વાસ અને ભકિત સાથે જીંદગીને જોડી જશે એવા આ ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી, ભકતના આંગણે કોરોનાની મહામારી વચ્ચે કદાચ ભકિત અને વિચારોની કલ્પનાઓના સંવાદ સાથે ઉજવાશે એવી હશે આ કૃષ્ણ જન્માષ્ટમી.