સાંસદ અભય ભારદ્વાજ, જે.પી. જાડેજા અને ભરતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ રહ્યા ઉ૫સ્થિત
અયોઘ્યા ખાતે પ૦૦ વર્ષથી ક્ષત્રિય સમાજ અને હિન્દુઓની લાગણીને માન આપી વડાપ્રધાન નરેન્દભાઇ મોદી દ્વારા આજે તા.પ ઓગસ્ટના શુભ મુહુર્તમાં રામજન્મ ભુમિ પુજનના ઐતિહાસિક ઘડીએ ઢેબર ચોક નજીક આવેલા શ્રી સંસ્કૃતિ હેન્ડી ડ્રાફટ ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ઘંટનાદ શંખનાદ સાથે ભગવાની આરતી ઉતારી અને ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે રાજયસભાના સભ્ય અભયભાઇ ભારદ્વાજ, કરણી સેનાના પ્રદેશ અઘ્યક્ષ જે.પી. જાડેજા, કોર્પોરેટર મનીષ રાડીયા, કૃષ્ણસિંહ જાડેજા, સત્યજીતસિંહ ખાચર, ભરતસિંહ જાડેજા, જોરુભાઇ ખાચર, યોગરાજસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.