- 10 કિલો કેસર કેરીના નીચો ભાવ 625 જ્યારે સૌથી ઊંચો ભાવ 1350 બોલાયા
કાલ થી વિધિવત રીતે ગીરની પ્રખ્યાત કેસર કેરીની જાહેર હરાજી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ થઈ છે. બપોરે 2 કલાકે શરૂ થયેલી હરાજીમાં આજે 10 કિલોના કેરીના5760 બોક્સની આવક થવા પામી છે. કાલે પ્રથમ દિવસે જ જાહેર હરાજીમાં પ્રતિ 10 કિલો કેસર કેરીના સરેરાશ બજાર ભાવો 500થી 1150 સુધી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગત વર્ષ કરતાં વધુ ભાવ થી કેસર કેરીની વિધીવત જાહેર હરાજી શરૂ થઈ છે.
તાલાલાની કેરીનો સ્વાદ ગુજરાતીઓને જ નહીં વિશ્વભરના લોકોને દાઢે વળગ્યો છે. કેસર કેરીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. આજે તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ હતી. આજે કુલ પાંચ હજારથી વધારે બોક્સની આવક થઈ હતી. ભાવની વાત કરીએ તો કાલે 10 કિલો કેસર કેરીના ભાવ 625 બોલાયા હતા. જ્યારે સૌથી વધારે ભાવ 10 કિલોના બોક્સના 1350 બોલ્યા હતા.
અમરેલી અને ગોંડલ યાર્ડની સરખાણીમાં તાલાલા ગીરમાં કેસર કેરીની હરાજી આ વર્ષે મોડી શરૂ થઈ છે. આજે ગોંડલ યાર્ડમાં કેરીના કુલ 12218 બોક્સ કેરીની આવક થઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 700થી 1300 રૂપિયા બોલાયા હતા.
ગત વર્ષ કરતા આ વર્ષે બાર દિવસ મોડી હરાજી :યાર્ડના ચેરમેન સંજયભાઈ
અબ તક સાથેની વાતચીતમાં યાર્ડ ના ચેરમેન સંજયભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે કેરીની હરરાજી મોડી શરૂ થઈ છે છેલ્લા પાંચ વર્ષમાં ત્યારે જ્યારે જ્યારે હરાજી થઈ અને કેટલા બોક્સની આવક થઈ તે જણાવ્યું હતું કે
ગત વર્ષે2023માં 18 એપ્રિલ તેમજ 2022માં 26 એપ્રિલ 2021માં 4 મે હરાજી શરૂ થઈ તેમજ
2023માં 11 લાખ 13 હજાર 540 બોક્સની આવક ,2022માં 5 લાખ 3 હજાર 321 બોક્સની 2021માં 5 લાખ 85 હજાર 595 બોક્સની ,2020માં 6 લાખ 87 હજાર 931 બોક્સની આવક થઈ હતી