બપોરે કેરીની હરાજી શરૂ થતા આમંત્રિત મહેમાનો લગાવી પહેલી બોલી
તાવતે વાવાઝોડાની અસર હરાજીમાં દેખાઈ: કેરીના ઉંચા ભાવ જળવાઈ રહેશે
સૌરાષ્ટ્રમાં ફળોના રાજા કેરીનું એપી સેન્ટર એટલે તાલાળામાં આજથી યાર્ડના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. જેમાં આજ રોજથી કેરીના પાકની હરાજી લગાવવામાં આવશે. આમંત્રિત મહેમાનો સૌથી પહેલા હરાજી લગાવશે. ત્યાર બાદ ચાર વાગ્યા સુધી કેરીની હરાજી કરવામાં આવશે.
ઇ.સ.2016 અને 2017માં કેસર કેરીનો મબલખ પાક થયો હતો અને તાલાલા યાર્ડમાં 1.69લાખ ક્વિન્ટલની આવક થઈ હતી. પરંતુ, ઈ.સ.2018-19થી કેસર કેરીની આવક અને ઉત્પાદન સતત ઘટતું રહ્યું છે. ગત વર્ષે માત્ર 69,000 ક્વિ.કેરી જ આવી હતી અને આ વર્ષે તો ખેડૂતોના સૂત્રો અનુસાર માત્ર 15 ટકા જ પાક થયો છે.
તાલાળા યાર્ડમાં આજના મુહરત સમયે જ કેરીના 2000 બોક્સની આવક થઈ છે. આ સમયે તાલાળા યાર્ડના ચેરમેન કિરીટ પટેલ તથા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહેશે. સિઝનની પહેલી બોલીમાં ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે. પધારેલા મહેમાનો જ સિઝનની બોણીની બોલી લગાવશે. ત્યાર બાદ ચાર વાગ્યા સુધી કેરીની બોલી લગાવવામાં આવશે.હર વર્ષે તાલાળા તાલુકામાંથી જ કેરીનો મબલક પાક ઉપજવામાં આવે છે. પરંતુ ગત વર્ષે તાવતે વાવાઝોડાના પગલે કેરીના પાક પર ભારે નુકસાની થઈ છે. જેના કારણે આ વર્ષે કેરીનો માત્ર 15 ટકા જ પાક થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલ કેરીનો ઓછો પાક સામે તેના ભાવ જળવાઈ રહે તેવી ભીતિ સર્જાઈ રહી છે.